વડોદરામાં લવ ટ્રાયએન્ગલનો અજીબ કિસ્સો : પત્ની અને પ્રેમી પ્રેમલીલામાં હતા, અને ત્યાં જ પતિ આવી ગયો

Crime News : ઘર સંસાર માંડ્યા પછીના અનૈતિક સંબંધોનો કરુણ અંજામ આવતો હોય છે. તેવી જ આ ઘટના બની છે. વિનોદે જીવ ગુમાવ્યો અને તેના બે બાળકો અને પત્ની નોંધારા થયા 

વડોદરામાં લવ ટ્રાયએન્ગલનો અજીબ કિસ્સો : પત્ની અને પ્રેમી પ્રેમલીલામાં હતા, અને ત્યાં જ પતિ આવી ગયો

Vadodara News હાર્દિક દિક્ષિત/વડોદરા : લગ્નેત્તર સંબંધનો હંમેશા કરૂણ અંજામ જ આવતો હોય છે. આવી જ ઘટના બની છે વડોદરાના કોયલી ગામમાં. જ્યાં પ્રેમી પોતાની પ્રેમિકાને મળવા તો આવ્યો, પણ તેને નહોતી ખબર કે આ મુલાકાત તેની છેલ્લી મુલાકાત હશે. શું છે સમગ્ર મામલો જોઈએ આ ખાસ રિપોર્ટ....

વડોદરાના કોયલી વિસ્તારમાં એક ઘરમાં યુવકની બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાની હકીકત એવી છે કે અમરાપુરા ગામમાં રહેતા વિનોદ ગોહિલને કોયલી માં રહેતી પરણિતા સાથે બે વર્ષથી પ્રેમ સંબંધ હતો. આ બાદ વિનોદ અવાર નવાર પ્રેમિકાને મળવા જતો હતો. જોકે ગઈ કાલે વિનોદ પરણિતા પ્રેમિકાને મળવા તેના ઘરે ગયો હતો, ત્યારે મહિલાનો પતિ અજિત ચૌહાણ ઘરે આવી જતા બંને રંગે હાથ ઝડપાઇ ગયા હતા. ત્યાર બાદ અહી ખૂની ખેલ ખેલાયો હતો. પ્રેમિકા મહિલાની નજર સામે જ પતિ અજિત અને જેઠ નિમેષ ચૌહાણે વિનોદને લાકડાના ફટકા મારી ઘાયલ કરી દીધો હતો. 

વિનોદ અને મહિલા વચ્ચે બે વર્ષથી પ્રેમ સંબંધ હતો, બંને પરણિત હોવા છતાં આડા સંબંધના કારણે આજે આ સબંધનો કરૂણ અંજામ આવ્યો છે. વિનોદને માર માર્યા પછી અજિત ચૌહાણે વિનોદની દીકરી કોમલને ફોન કર્યો હતો અને ‘તારો બાપ જીવતો જોઈતો હોય તો લઇ જાઓ’ તેવું કહ્યું હતું. જોકે દીકરીને પરિવારજનો પહોંચ્યા ત્યારે વિનોદનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. 

ઘર સંસાર માંડ્યા પછીના અનૈતિક સંબંધોનો કરુણ અંજામ આવતો હોય છે. તેવી જ આ ઘટના બની છે. વિનોદે જીવ ગુમાવ્યો અને તેના બે બાળકો અને પત્ની નોંધારા થયા છે. જ્યારે ઇલાનો પતિ અને જેઠ બંને હત્યારા બની ગયા છે, જેમને પોલીસે ઝડપી પાડયા છે. બંને વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી જવાહરનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news