ઉપલેટામાં માનવતા મહેકી, ગરીબ પરિવારના કોરોના દર્દીને લઈ જવા રિક્ષાની ફ્રી સેવા
ગરીબ દર્દીઓને કોરોના મહામારીમાં આર્થિક બોજો ના પડે અને દવાખાને જવા માટે તત્કાલિક મદદ મળી રહે તે માટે રિક્ષાને જ એમ્બ્યુલન્સની જેમ દર્દીઓની સેવામાં 24 કલાક ફ્રી આપવાનો નિર્ણય કર્યો છે.
Trending Photos
- મુસ્લિમ રીક્ષા ચલાકનો પ્રેરણા દાયક સેવાયજ્ઞ
- અનેક લોકો દવાખાને સારવાર લેવામાં કરે છે ઉપયોગ
ગૌરવ દવે/ રાજકોટ: મદદ કરવા માટે માત્ર ધન હોવું જરૂરી નથી પરંતુ વિશાળ મન પણ હોવું જોઈએ. આ કહેવતને ઉપલેટા શહેરના ગફારઅલી સુમરાએ સાબિત કરી છે. ગરીબ દર્દીઓને કોરોના મહામારીમાં આર્થિક બોજો ના પડે અને દવાખાને જવા માટે તત્કાલિક મદદ મળી રહે તે માટે રિક્ષાને જ એમ્બ્યુલન્સની જેમ દર્દીઓની સેવામાં 24 કલાક ફ્રી આપવાનો નિર્ણય કર્યો છે.
કોરોના મહામારીમાં દવાખાનામાં દાખલ થવા એમ્બ્યુલન્સની લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો ભારે હેરાનગતિ અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ગરીબ વર્ગના લોકોને તકલીફ ના પડે અને મદદ મળે તે માટે ઉપલેટા શહેરના એક ગરીબ પરિવારમાંથી આવતા મુસ્લિમ રીક્ષા ચાલક ગફારઅલી સુમરાએ ગરીબ પરિવારના દર્દીઓ માટે ફ્રી રીક્ષા સેવાયજ્ઞ શરૂ કર્યો છે.
ગફારઅલી જેઓ રીક્ષા ચલાવી અને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાત હેમ-ખેમ ચલાવે છે. હાલ સૌ કોઈ લોકો આર્થિક ભીષણનો સામનો કરી રહ્યા છે અને કોરોના વાયરસની મહામારીના કારણે અનેકો લોકો સંક્રમિત થયા છે અને અનેક લોકોના મોત પણ થયા છે. ત્યારે આવા કપરા સમયમાં પણ મદદ માટે આજે પણ માનવતા જીવ છે તેનું એક ઉત્તમ ઉદાહરણ ઉપલેટા શહેરમાં જોવા મળે છે.
રીક્ષા જ એમ્બ્યુલન્સ બનાવી
ગફારઅલીનું કહેવું છે કે હાલ સૌ કોઈ આ મહામારીમાં મુસીબત ભોગવે છે ત્યારે સામાન્ય અને ખાસ કરીને ગરીબ વર્ગના લોકોને તત્કાલિક સારવાર માટે વાહનો અથવા એમ્બ્યુલન્સ ભાડે કરવાની જેવી સગવડો ગોતવી પડે છે અને દર્દીને સારવાર અર્થે ખસેડવા પડે છે ત્યારે તેમને ગરીબ દર્દીઓ માટે પોતાની પરિસ્થિતિ ખરાબ હોવા છતાં પણ કોઈનો જીવ બચે અને યોગ્ય અને સમયસર સારવાર લઇ શકે તે માટે ૨૪ કલાક રિક્ષા સેવા આપી અને માનવતા આજે પણ જીવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે