અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવા રહેશે? હવામાન વિભાગે જાહેર કરી આગાહી
આગામી 5 દિવસોમાં રાજ્યમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી કરાઈ છે. હવામાને જણાવ્યું છે કે, 2 દિવસ બાદ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં હિટવેવની આગાહી રહેશે.
Trending Photos
ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાત સહિત અનેક રાજ્યમાં કાળઝાળ ગરમીનો હાહાકાર ચાલી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યમાં આજે ફરીથી ગરમીનો પારો ઉંચો ગયો છે. ત્યારે મહત્તમ તાપમાન 43.2 ડિગ્રીએ પહોંચી જતા અમદાવાદ સૌથી ગરમ શહેર બન્યું છે, જ્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ ગરમીનો પારો 42.5 ડિગ્રી પર પહોંચી ગયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 5 દિવસોમાં રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. આગામી 5 દિવસોમાં રાજ્યમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી કરાઈ છે. હવામાને જણાવ્યું છે કે, 2 દિવસ બાદ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં હિટવેવની આગાહી રહેશે. જેના કારણે તાપમાનનો પારો 44 સુધી પહોંચી શકે છે.
હવામાન વિભાગની આગાહી જોતા આગામી દિવસો દરમિયાન લોકોને કાળઝાળ ગરમીથી કોઇ રાહત મળે તેવી શકયતા દેખાઈ રહી નથી. બપોરના સમયે આકાશમાંથી અગન વર્ષા થઇ રહી હોય તેવો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. બપોરના સમયે ફૂંકાયેલા ગરમ-સૂકા પવનને જનજીવન અસ્તવ્યસ્ત કરી નાંખ્યું હતુ અને રસ્તા પર લોકોની ઓછી અવરજવર જોવા મળી હતી.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના સૌરાષ્ટ્ર, ગીર, સોમનાથ, વલસાડ, કચ્છ, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, અમદાવાદ, રાજકોટ, અમરેલી સહિતના શહેરોમાં હીટ વેવની વકી છે. જેના કારણે આગામી દિવસો દરમિયાન રાજ્યના વિવિધ શહેરના તાપમાનનો પારો 44 સુધી પહોંચી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે