ગરમીની શરૂઆત સાથે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, શાકભાજીના ભાવમાં મોટો વધારો; જાણો અહીં ભાવ
પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતાં જ શાકભાજી જે બહારથી આવી રહી છે તેનો વાહનવ્યવહાર મોંઘો થયો છે તેની અસર પણ ભાવ પર પડી છે. વેપારીઓનું કહેવું છે કે હજુ પણ શાકભાજીના ભાવમાં સતત વધારો થઇ શકે છે
Trending Photos
આશ્કા જાની, અમદાવાદ: ગરમીની શરૂઆત થતા જ લીલા શાકભાજી અને લીંબુના ભાવમાં વધારો થયો છે. દરેક શાકભાજીના પ્રતિ કિલોના ભાવમાં 5 થી 10 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે લીંબુના ભાવ તો આસમાને પોહચ્યા છે. લીંબુનો પ્રતિ કિલો ભાવ 170 થી 200 એ પોહચ્યો છે. આ ભાવ વધારાનું કારણ છે. ગરમી ઉનાળાની શરૂઆત થતા જ શાકભાજી ઉત્પાદન ઘટ્યું છે.
બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતાં જ શાકભાજી જે બહારથી આવી રહી છે તેનો વાહનવ્યવહાર મોંઘો થયો છે તેની અસર પણ ભાવ પર પડી છે. વેપારીઓનું કહેવું છે કે હજુ પણ શાકભાજીના ભાવમાં સતત વધારો થઇ શકે છે.
જાણો શાકભાજીના ભાવ
કોબીચ- 40, ફ્લાવર- 40, ભીંડા- 60, દૂધી- 30, ફણસી- 80, કેપ્સિકમ- 80, ગુવાર- 80, વટાણા- 50, ગિલોડા- 60, રીંગણ- 45, સરગવો- 50, ગલકા- 50, તુરિયા- 40, કાચિકેરી- 60, કારેલા- 50, ટામેટા- 30, મરચા- 120, લીંબુ- 160 થી 180, આદુ- 50, પાલક- 40, મેથી- 40, ધાણા- 50, લીલું લસણ- 60 અને લીલી ડુંગળી- 40 પ્રતિ કિલો ના ભાવે વેચાઈ રહ્યાં છે.
અન્ય સમાચાર અહીં વાચો:-
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે