યુવતીની વાતમાં આવેલા વૃદ્ધે હોટલના રૂમમાં કપડા ઉતાર્યા, પછી ક્યાંય મોઢું બતાવવા જેવા ન રહ્યાં

યુવતીની વાતમાં આવેલા વૃદ્ધે હોટલના રૂમમાં કપડા ઉતાર્યા, પછી ક્યાંય મોઢું બતાવવા જેવા ન રહ્યાં
  • આશા નામની આ મહિલા નગ્ન થઈ ગઈ અને વૃદ્ધને પણ નગ્ન કરી બાહોપાશમાં જકડી લઈ પોતાના પર સૂઈ જવા કહ્યું હતું
  • શખ્સો વારંવાર વૃદ્ધને બળાત્કારના કિસ્સામાં ફસાવી દેવાની ધમકી આપતા. ધમકીઓથી કંટાળેલા વૃદ્ધએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમા હનીટ્રેપના કિસ્સા સતત વધી રહ્યાં છે. વધુને વધુ લોકો હનીટ્રેપની માયાવી જાળમાં ફસાઈ રહ્યાં છે. ચેટિંગના માધ્યમથી મિત્રતા કેળવીને હોટલના રૂમમાં લઈ જઈને લૂંટી લેવાના બનાવો બની રહ્યાં છે. ત્યારે અમદાવાદના બાપુનગરમાં હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. વોટ્સએપ થકી મિત્રતા કેળવીને એક યુવતી 61 વર્ષીય વૃદ્ધને હોટલમાં લઈ ગઈ હતી. જ્યાં તેણે વૃદ્ધના કપડા કાઢીને તેમને નગ્ન કર્યા હતા. બાદમાં યુવતીએ 13 લાખ રૂપિયા માંગીને વૃદ્ધને ફસાવ્યા હતા. પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર મુદ્દો બહાર આવ્યો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, બાપુનગરમાં 61 વર્ષીય વૃદ્ધ પોતાના પરિવારજનો સાથે રહે છે. તેમનો પરિવાર મૂળ અમરેલીનો છે. તેને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. ત્યારે થોડા દિવસ પહેલા તેમને એક યુવતીનો ફોન આવ્યો હતો. જેમાં સામે છેડેથી યુવતીએ કહ્યું હતું કે, મેં આશા બોલ રહી હૂ; મુજે નોકરી કી જરૂરત હૈ. ત્યારે વૃદ્ધએ યુવતીમાં રસ ધરાવીને તેની માહિતી મેળવી હતી અને તેને મદદ કરવાનું જણાવ્યું હતું. આમ, બંને વચ્ચે નોકરી મુદ્દે વાતચીત શરૂ થઈ હતી. આ બાદ બંનેએ મળવાનું નક્કી કર્યું હતું. 

યુવતીએ વૃદ્ધને મળવા બોલાવ્યા હતા અને કહ્યું હતું કે, વિજયપાર્ક આ જાના. જોકે, વૃદ્ધ આ જગ્યાએ યુવતીને મળવા જઈ શક્યા ન હતા. જેથી બાદમાં યુવતીએ ફોન કરીને તેને કૃષ્ણનગર બસ સ્ટેન્ડ પાસે મળવા બોલ્વયા હતા. જોકે, આ વખતે વૃદ્ધ ત્યાં પહોંચી ગયા હતા. તેઓ યુવતીને લઈને એક નોકરી અપાવવા ગયા હતા, જ્યાં નોકરીની વાત આગળ વધી ન હતી. બાદમાં તેઓ કૃષ્ણનગર પરત આવ્યા હતા. જેના બાદ યુવતીએ વૃદ્ધ પાસેથી રૂપિયા પણ માંગ્યા હતા. 

આ બાદ સતત મહિલા અને વૃદ્ધ વચ્ચેનો સંપર્ક વધતો ગયો હતો. યુવતીએ વૃદ્ધને પોતાના માટે યોગ્ય વર શોધી આપવા પણ વૃદ્ધને કહ્યું હતું. આમ, બંને વચ્ચે સતત ચર્ચા વધતી ગઈ હતી. એક દિવસે યુવતીએ વૃદ્ધને પોતાનો જન્મદિવસ હોવાનું કહ્યું હતું. જેથી તેણે વૃદ્ધને હોટલમાં લઈ જઈને પાર્ટી આપવાની વાત કરી હતી. આ બાદ વૃદ્ધએ જણાવ્યું, હોટલમાં તો આઈડી પ્રૂફ માગે છે તો મહિલાએ કહ્યું, તેની પાસે બધા પ્રૂફ છે. બાદમાં બંને બાપુનગર દિનેશ ચેમ્બર મધુવન હોટલ ગેસ્ટ હાઉસમાં ગયાં હતાં. હોટલમાં 600 રૂ. આપી રૂમ નંબર 503માં વૃદ્ધ ગયા હતા.

બાદમાં આશા નામની આ મહિલા નગ્ન થઈ ગઈ અને વૃદ્ધને પણ નગ્ન કરી બાહોપાશમાં જકડી લઈ પોતાના પર સૂઈ જવા કહ્યું હતું, પણ અચાનક જ આશાએ હાર્ટ ઓપરેશન કરાવ્યું હોવાનું જણાવી વૃદ્ધને નીચે ઉતારી પોતે કપડાં પહેરી લીધા હતા. આ બાદ યુવતીએ બૂમાબૂમ કરીને રૂપિયાની માંગણી કરી હતી, જેથી વૃદ્ધ ડરી ગયા હતા. આ બૂમાબૂમ બાદ કેટલાક પુરુષો ત્યાં આવી ગયા હતા, અને વૃદ્ધ પાસેથી 13 લાખ રૂપિયાની માંગ કરી હતી. આ બાદ આ શખ્સો વારંવાર વૃદ્ધને બળાત્કારના કિસ્સામાં ફસાવી દેવાની ધમકી આપતા હતા. ત્યારે ધમકીઓથી કંટાળેલા વૃદ્ધએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આશા નામે પુરુષોને ફસાવતી અમિષા નામની યુવતી સામે ગુનો દાખલ કર્યો છે. તો સાથે જ અમિષા કુશવાહ, વિકાસ ગોહિલ, રાજેશ વાઢેર, અલ્પા અને આરતી નામની મહિલા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news