ગૃહમંત્રી અમિત શાહે માણસામાં કુળદેવીના દર્શન કર્યા, સહપરિવાર કરી પૂજા

 દેશના ગૃહમંત્રી(Home Minister) અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. પહેલો દિવસ તેમણે પરિવાર સાથે વિતાવ્યો હતો અને રાત્રે માણસામાં પોતાના ગામમાં આવેલા કુળદેવીના દર્શન કરીને સહપરિવાર માતાજીની આરતી ઉતારી હતી. મહત્વનું છે,કે નવરાત્રીમાં અમિત શાહ (Amit Shah) કુળદેવીના અચૂક દર્શન કરે છે. 

ગૃહમંત્રી અમિત શાહે માણસામાં કુળદેવીના દર્શન કર્યા, સહપરિવાર કરી પૂજા

ગાંધીનગર: દેશના ગૃહમંત્રી(Home Minister) અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. પહેલો દિવસ તેમણે પરિવાર સાથે વિતાવ્યો હતો અને રાત્રે માણસામાં પોતાના ગામમાં આવેલા કુળદેવીના દર્શન કરીને સહપરિવાર માતાજીની આરતી ઉતારી હતી. મહત્વનું છે,કે નવરાત્રીમાં અમિત શાહ (Amit Shah) કુળદેવીના અચૂક દર્શન કરે છે. 

અમિત શાહ પોતાના વતન માણસા પહોંચ્યા હતા. ત્યાં અમિત શાહે પરિવાર સાથે કુળદેવી બહુચર માતાજીના દર્શન કર્યાં હતા અને આરતી ઉતારી હતી. અમિત શાહ સાથે આરતીમાં તેમનો પુત્ર જય શાહ પણ જોડાયો હતો. દર વર્ષે નવરાત્રિમાં અમિત શાહ માણસામાં માતાજીની આરતી કરવા માટે આવતા હોય છે.

અમિત શાહ પોતાના ગુજરાત પ્રવાસના પહેલા દિવસે થલતેજ સ્થિત પોતાના નિવાસે પહોંચ્યા હતા. પ્રથમ દિવસ રાજકારણને મૂકીને માત્ર પરિવારને જ આપ્યો હતો. જોકે, રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અમિત શાહને મળ્યા હતા.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news