ગુજરાતભરની જેલોમાં ગૃહ વિભાગની મેગા ડ્રાઈવ: કેદીઓમાં ફફડાટ, હવે ગેરરીતિનો થશે પર્દાફાશ
ગૃહમંત્રી હર્ષ સંઘવી સાંજે 7 વાગ્યાથી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જે બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, DG સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક પૂર્ણ થયા બાદ તમામ જિલ્લા જેલો પર કાર્યવાહી કરવામાં આવી છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યભરની જેલ પર ગૃહ વિભાગના એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે. મહેસાણા, જૂનાગઢ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગરની જેલમાં ગૃહ વિભાગના દરોડા પડ્યા હોય તેવી માહિતી મળી રહી છે. જેલમાં ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એવી પણ માહિતી મળી રહી છે કે, રાજ્યભરની જેલમાં સુરક્ષા વ્યવસ્થા મુદ્દે ગૃહ વિભાગ અલર્ટ થઈ ગયું છે. 2 દિવસ અગાઉ ગૃહ રાજ્યમંત્રીએ સાબરમતી જેલની મુલાકાત લીધી હતી.
માન.રા.ક.મંત્રીશ્રી ગૃહ નાઓના સીધા નીરીક્ષણ હેઠળ રાજય પોલીસ દ્વારા રાજ્યની તમામ કુલ-૧૭ જેલમાં (જીલ્લા જેલ, સબ જેલ ખાસ જેલ,) કુલ-૧૭૦૦ પોલીસ અધિકારી/ કર્મચારીના કાફલા સાથે હાલમાં રાજ્યની તમામ જેલોમાં સધન ચેકીંગની કાર્યવાહી ચાલુમાં છે.
— Gujarat Police (@GujaratPolice) March 24, 2023
હાલમાં ગુજરાત પોલીસ દ્વારા રાજયની તમામ જેલોમાં થઇ રહેલ ચેકીંગ અંગેની કાર્યવાહી માન. ગૃહમંત્રીશ્રી દ્વારા ગૃહ ખાતાના ઉચ્ચ અધિકારી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે પોલીસ ભવન ખાતે ત્રિનેત્ર દ્વારા આ તમામ સઘન ચેકીંગ કાર્યવાહીનું નિરીક્ષણ હાલમાં ચાલી રહેલ છે.
— Gujarat Police (@GujaratPolice) March 24, 2023
રાજ્યભરની તમામ જિલ્લા જેલ પર પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે. એક જ સાથે સ્થાનિક પોલીસ દ્વારા જિલ્લા જેલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ, મહેસાણા, વડોદરા, સાબરમતી, પાલનપુર, સુરત, ભાવનગર સહિતની જેલો પર દરોડા પાડી હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવી સાંજે 7 વાગ્યાથી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જે બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, DG સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક પૂર્ણ થયા બાદ તમામ જિલ્લા જેલો પર કાર્યવાહી કરવામાં આવી છે. આ બેઠક બાદ રાજ્યની તમામ જેલમાં દરોડા પાડવામાં આવ્યા છે. રાજકોટ મધ્યસ્થ જેલમાં 2 હજાર પોલીસ કર્મચારીઓનું મેગા ઓપરેશન ચાલી રહ્યું છે. હાલ તમામ જેલોમાં કોઈ પ્રકારની જલસા પાર્ટી કે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે કે કેમ? તે અંગે તપાસ ચાલી રહી છે. આ કાર્યવાહી પર ગૃહમંત્રી હર્ષ સંઘવીની ત્રિનેત્ર રૂમમાંથી સતત નજર રાખવામાં આવી રહી છે.
તમામ જેલો પર સ્થાનિક પોલીસની કાર્યવાહી કરવા આદેશ અપાયા છે. જેલો પર કાર્યવાહી દરમ્યાન જિલ્લા પોલીસ વડા, ડોગ સ્કવોડ, બોમ્બ સ્કવોડ સહિતના ઉચ્ચ અધિકારી જેલોમાં સર્ચ કરી રહ્યા છે. આ સાથે પોલીસ અધિકારી બોડી વોર્ન કેમેરા સાથે અંદર પહોચ્યા છે.
ખેડા નડિયાદ દરોડા
રાજ્યની સાથે ખેડા જિલ્લાની નડિયાદની બિલોદરા જેલમાં પણ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ અત્યારે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલ બિલોદરા જેલમાં SP, Dy. SP, LCB, SOG, સ્થાનિક પોલીસ સહિતનો કાફલો જિલ્લા જેલ ખાતે પહોંચ્યો છે. હાલ જિલ્લા જેલમાં પોલીસ અધિકારી અને જેલ કર્મચારીઓ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. 150 જેટલાં પોલીસ કર્મચારીઓ દ્વારા જેલમાં ચેકીંગ ચાલી રહ્યું છે. ખેડા જિલ્લાના ઇન્ચાર્જ ડી.એસ.પી વી.આર.બાજપાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ચેકીંગની કાર્યવાહી ચાલી રહી છે. અંદાજે 150 જેટલાં કર્મચારીઓ દ્વારા જિલ્લા જેલમાં સર્ચ ચાલું છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, નડીયાદ જેલમાંથી સ્માર્ટફોન મળી આવ્યા છે. મોટી સંખ્યામાં પોલીસને ફોન મળી આવ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સતત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે સંપર્કમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. હાલમાં ભુજ જેલમાંથી 6 મોબાઈલ મળી આવ્યા છે.
અમરેલીમાં દરોડા
સમગ્ર રાજ્યની સાથે અમરેલી જિલ્લામાં જેલમાં પણ દરોડા પડ્યા છે. અમરેલી જિલ્લા જેલ ખાતે SP હિમકર સિંહ પહોંચ્યાં છે. જેલમાં ચાલતી ગેરકાયદેસર પ્રવુતિઓ અટકાવવા મેગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશલ ઓપરેશન બ્રાન્ચ સહિત પોલીસ અધિકારીનો મોટો કાફલો પહોંચ્યો છે.
જામનગર જેલ દરોડા
જામનગર જિલ્લા જેલમાં પણ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના આદેશના પગલે કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું જેલ તપાસ માટે પહોંચ્યા છે. Lcb, sog અને bds ટિમ સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો છે.
નોંધનીય છે કે, રાજ્યની 17 જેલોમાં 1700 જેટલા પોલીસ અધિકારી- કર્મચારીઓ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી ચાલી રહી છે. મહત્વપૂર્ણ બેઠકમાં આપાયેલી સૂચના બાદ જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં સંબંધિત જિલ્લાની પોલીસની ટુકડીઓ તૈયાર કરવામાં આવી અને રાજ્યભરની તમામ જેલોમાં આ ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે અત્યારે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યની 17 જેલોમાં 1700 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આ સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.
રાજ્યભરની તમામ જેલોમાં ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરાયું છે. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાઓને વિડિયો કોન્ફરન્સથી જોડીને જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં પોલીસ ટુકડીઓ તૈયાર કરી તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવા સૂચના અપાઇ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાલ સી.એમ ડેશબોર્ડ પરથી સમગ્ર રાજ્યની તમામ જેલોની સરપ્રાઈઝ ચેકીંગ લાઈવ જોઈને, ગૃહમંત્રી અને રાજ્યના પોલીસ વડા સાથે ચર્ચા કરીને પળ પળની ખબરો પર નજર રાખી રહ્યા છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ સી.એમ ડેશબોર્ડ ખાતેથી સમગ્ર સરપ્રાઈઝ ચેકીંગનું નિરીક્ષણ કરી રહ્યા છે. ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-ત્રિનેત્ર ખાતેથી રાજ્યની તમામ જેલમાં ચાલી રહેલા આ સરપ્રાઈઝ ચેકિંગનું લાઈવ મોનીટરીંગ કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે