હોલિકાના પ્રેમીની ગુજરાતના આ ગામમાંથી નિકળે છે સ્મશાનયાત્રા? વર્ષોથી ચાલે છે અનોખી પરંપરા

સમગ્ર રાજ્યમાં કોરોનાના સંક્રમણ વચ્ચે ઉલ્લાસથી ધુળેટીની ઉજવણી કરવામાં આવે છે. જો કે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પરંપરાથી ધુળેટીની ઉજવણી કરવામાં આવે છે. જો કે હોળીની મુખ્ય પરંપરા પ્રહલાદને હોલિકા ખોળામાં લઇને બેસી ગયા અને પ્રહલાદ બચી ગયો અને હોલીકાનું દહન થયું. હોલિકા હિરણ્યકશ્યપની બહેન હતી. રાજ્યના જંબુસર ગામમાં હોલિકા સાથેની એક લોકવાયકા અનુસાર ધુળેટીના દિવસે અનોકી રીતે પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે. 

હોલિકાના પ્રેમીની ગુજરાતના આ ગામમાંથી નિકળે છે સ્મશાનયાત્રા? વર્ષોથી ચાલે છે અનોખી પરંપરા

જંબુસર : સમગ્ર રાજ્યમાં કોરોનાના સંક્રમણ વચ્ચે ઉલ્લાસથી ધુળેટીની ઉજવણી કરવામાં આવે છે. જો કે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પરંપરાથી ધુળેટીની ઉજવણી કરવામાં આવે છે. જો કે હોળીની મુખ્ય પરંપરા પ્રહલાદને હોલિકા ખોળામાં લઇને બેસી ગયા અને પ્રહલાદ બચી ગયો અને હોલીકાનું દહન થયું. હોલિકા હિરણ્યકશ્યપની બહેન હતી. રાજ્યના જંબુસર ગામમાં હોલિકા સાથેની એક લોકવાયકા અનુસાર ધુળેટીના દિવસે અનોકી રીતે પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે. 

જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી થાય છે. અહીયા હોલિકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી સ્મશાનયાત્રા કાઢવામાં આવે છે. જંબુસર શહેરની પાંજરાપોળ પટેલ ખડકીમાં હોળીના દિવસે ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવીને ધુળેટીના દિવસે સવારે પૂર્વજોની પરંપરા અનુસાર ઇલ્લાજીની સ્મશાનયાત્રા કાઢવામાં આવે છે. જેમાં અહીં ફળીયાના યુવાનો દ્વારા મુર્તિ આગર ધાણી, ચણા અને ખજુર જેવો ભોગ ધરાવવામાં આવે છે. 

ધુળેટીના દિવસે પટેલ ખડકી અને આસપાસની ખડકીના લોકો એકત્ર થઇને નનામીમાં સુવડાવીને ફુલહાર કરીને આરતી કરવામાં આવશે. ત્યાર બાદ સ્વજનનું મોત થયું હોય તે પ્રકારે સ્મશાનયાત્રા કાઢીને વિદાય કરવામાં આવે છે. લોકવાયકા અનુસાર ઇલ્લાજી હોલીકાનો પ્રેમી હતો. હોળીના મૃત્યુ બાદ બીજા દિવસે ઇલ્લાજી લગ્ન માટે હિરણ્ય કશ્યપને ત્યાં જાય છે. જુએ છે કે હોલિકાનું દહન થઇ ચુક્યું છે. આ સ્થિતીમાં તેનું મન વિચલિત થઇ જાય છે. તે બાજુમાં રહેલી રાખમાં ખુબ જ આળોટે છે. જેના કારણે તેમાંથી અલગ અલગ રંગો ઉત્પન્ન થાય છે. ત્યારથી જ ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news