PM Modi Mother health LIVE Update : હીરાબાની તબિયત વિશે સંબંધી ચંદ્રકાન્ત મોદીએ કર્યો મોટો ખુલાસો, મોરારીબાપુએ પણ પ્રાર્થના કરી

PM Modi Mother health LIVE Update : PM મોદીના માતા હીરાબાની તબિયતમાં સુધારો... ચંદ્રકાન્ત મોદીએ હીરાબા વિશે જાણકારી આપી... હીરાબાના નજીકના સંબંધી છે ચંદ્રકાન્ત મોદી 
 

PM Modi Mother health LIVE Update : હીરાબાની તબિયત વિશે સંબંધી ચંદ્રકાન્ત મોદીએ કર્યો મોટો ખુલાસો, મોરારીબાપુએ પણ પ્રાર્થના કરી

PM Modi Mother health LIVE Update અતુલ તિવારી/અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત હોવાથી અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. જેના ખબર અંતર પૂછવા PM મોદી પણ દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા. હાલ માતા હીરાબાની તબિયત સ્થિર છે. હીરાબાની તબિયતના સમાચાર મળતા મુખ્યમંત્રી સહિતના નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારે હીરાબાના નજીકના કુટુંબી ચંદ્રકાન્ત મોદી પણ હોસ્પિટલમાં જોવા મળ્યા છે. જ્યાં હીરાબાની તબિયતમાં સતત સુધારો હોવાનું ચંદ્રકાન્ત મોદીએ જણાવ્યું હતું. 

PM મોદીના માતા હીરાબાની તબિયતમાં સુધારો હોવાનું યુએન મહેતા હોસ્પિટલે હેલ્થ બુલેટિન બહાર પાડ્યું છે. ત્યારે હીરાબાના નજીકના સંબંધી ચંદ્રકાન્ત મોદી તેમના ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારે હીરાબાએ તેમના વિશે જાણકારી આપી હતી. ચંદ્રકાંત મોદી હીરાબાના નજીકના સંબંધી છે.  

હીરાબાની પ્રાર્થના માટે સુપ્રસિદ્ઘ સોમનાથ મંદિરમાં મહામૃત્યુંજય જાપ કરવામા આવી રહ્યાં છે. હીરાબાના લાંબા આયુષ્ય માટે સોમનાથ મંદિર ગર્ભગૃહમાં એક પુજારીશ્રીને બેસાડી સવાલાખ મહામૃત્યુંજય જાપ પૂજા શરૂ કરાવ્યા છે. આજરોજ જાપની 60 માળા થઇ છે. કુલ 6480 જાપ થયા છે. આવતીકાલ સવારથી મંદિર ખુલ્યા બાદ ફરીથી જાપ શરૂ કરવામાં આવશે. કુલ 125000 જાપ કરવામાં આવશે. જાપની પૂજા મંદિરના પૂજારી દ્વારા કરવામાં આવે છે.

આ પણ વાંચો :

હિરાબાની તબિયતના સમાચાર સામે આવતા દેશભરમાંથી હીરાબાના સારા સ્વાસ્થય માટે મનોકામના કરવામાં આવી રહી છે. આ સાથે જ માતા હીરાબાના રિપોર્ટ પણ નૉર્મલ આવ્યા છે. હાલ હીરાબાની પાસે તેમના પુત્ર પંકજભાઇ, પ્રહલાદભાઇ અને સોમાભાઇ હોસ્પિટલમાં ઉપસ્થિત છે.

તો બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા માટે મોરારી બાપુએ પ્રાર્થના કરી છે. મોરારીબાપુએ લાઠીની રામકથાના છઠ્ઠા દિવસે હીરાબાને સારા સ્વાસ્થય માટે શુભેચ્છા આપી. હીરાબા જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના સૌ રામકથાના શ્રોતાજનો વતી વ્યક્ત કરી હતી. સાથે જ પુ. હીરાબાના આશીર્વાદ લાંબા સમય સુધી સૌને પ્રાપ્ત થતાં રહે તેવી ભાવના મોરારીબાપુએ વ્યક્ત કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news