હિંમતનગરમાં 9 વર્ષની બાળકીની હત્યા કે આત્મહત્યા? મોત પાછળ રહસ્ય ઘૂંટાયું, પોસ્ટમોર્ટમમાં ધડાકો!

નવ વર્ષની બાળકી ક્યાં કારણો સર ગળે ફાસો ખાતો તેની પોલીસ તપાસ કરી અને રૂમનું માપ, રૂમાલનું માપ, બારીનું માપ સહિતની તપાસ હાથ ધરી હતી. તો બીજી તરફ બાળકીના મૃતદેહને હિમતનગર સિવિલમાં પેનલથી પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું.

હિંમતનગરમાં 9 વર્ષની બાળકીની હત્યા કે આત્મહત્યા? મોત પાછળ રહસ્ય ઘૂંટાયું, પોસ્ટમોર્ટમમાં ધડાકો!

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: હિંમતનગરમાં નવ વર્ષની બાળકીએ ઘરમાં અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ આત્મહત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. બી ડીવીઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે. ત્યારે બાળકીની હત્યા કે આત્મહત્યા થઈ છે તેને લઈને કિશોરીનાં મોત પાછળ રહસ્ય ઘૂંટાતું જાય છે. પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતક કિશોરી ભણતી ન હતી તેમ છતાં તેણીએ કેવી લાચારી કે મજબુરીને લઈને ઉગતી ઉંમરે પોતાની જીવન લીલા સંકેલી લેવા માટે આપઘાતનું પગલુ ભરવું પડયું તે તપાસનો વિષય છે. પરંતુ સાચી હકીકત તો પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ બહાર આવવાની શક્યતા છે.

સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિમતનગર શહેરના પાચ બત્તી વિસ્તાર પાસે આવેલ હરસોલિયા ડેલામાં ગઈ રાત્રે  ભાડાના મકાનમાં રહેતા મુસ્લિમ પરિવારની નવ વર્ષની કાલુ કાલુ બોલાતી કોમળ બાળકીએ ઘરમાં અગમ્ય કારણોસર જાળીએ રૂમાલ બાંધી ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધાનું બી ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. બાળકીના મૃતદેહને રાત્રે ૧૦૮ ધ્વારા હિમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.તો બીજી તરફ બી-ડીવીઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી હત્યા કે આત્મહત્યા છે તેની તપાસ હાથ ધરી હતી.તો બીજી તરફ હિમતનગર બી ડીવીઝન પોલીસ અને એફએસ.એલ.સાથે ઘટના સ્થળે પહોચીને ટાપ્સ હાથ ધરી હતી અને જે ઘરમાં જાળી સાથે રૂમાલ વડે ગળે ફાસો ખાઈ બાળકી લટકી હતી. તેની તપાસ શરુ કરી હતી.

No description available.

ઊંઝાના ધારાસભ્ય આશા પટેલ તબિયત અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલનું મહત્ત્વપૂર્ણ નિવેદન

નવ વર્ષની બાળકી ક્યાં કારણો સર ગળે ફાસો ખાતો તેની પોલીસ તપાસ કરી અને રૂમનું માપ, રૂમાલનું માપ, બારીનું માપ સહિતની તપાસ હાથ ધરી હતી. તો બીજી તરફ બાળકીના મૃતદેહને હિમતનગર સિવિલમાં પેનલથી પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું. પોસ્ટ મોર્ટમના રીપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકે છે. પાંચ બત્તી પાસે હરસોલિયા ડેલામાં રહેતા આજુબાજુના પાડોશીઓ પણ ગઈ કાલે લગ્ન હોવાને લઈને મૃતક બાળકીના પરિવાર હાજર ન હતા તો આ ભાડાના મકાનમાં રહેવા આવેલ મુસ્લિમ પરિવાર અમદાવાદના વટવા વિસ્તારમાંથી એક મહિના પહેલા રહેવા આવેલ છે તો પતિ બિહારી છે તો પત્ની કલકત્તાની છે તો આ બંનેના પરિવારમાં ત્રણ બાળકો છે જેમાં નવ વર્ષની બાળકી અને બે બાળકો જેમાં એક બાળક દિવ્યાંગ છે.રોજ બરોજ પતિ-પત્ની ઝગડતા હતા અને નવ વર્ષની દીકરીને પણ મારતા હતા તેવું ડેલામાં રહેતા પડોશીઓ ધ્વારા જાણવા મળ્યું હતું. તો બાળકી તેના બે ભાઈઓને આખો દિવસ ઘરમાં રાખતી હતી અને તે બાળકી મોબાઈલ પણ રાખતી હતી.

ગુજરાતની અત્યંત શોકિંગ ઘટના, 9 વર્ષની બાળકીએ આત્મહત્યા કરી, પરિવાર તેને રોજ મારતો હતો

હિંમતનગરમાં નવ વર્ષની બાળકી મોત હજુ અકબંધ છે, તો પેનલથી પોસ્ટમોર્ટમ બાદ હવે ટુપો લાગવાથી મોત થયાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે. ત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી બાળકીએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઇ છે અને આત્મહત્યા કરી તો કેમ કરી, કયા સંજોગોમાં કરી અને હત્યા થઇ તો કોને કરી? શા માટે કરી હત્યા? આ બંને દિશામાં પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. બાળકીએ ગઈકાલે મોબાઈલ પર સાઉથનું પિક્ચર જોયું હતું, ત્યારબાદ મોબાઈલ માતાએ લઈ લીધો હતો. તો બીજા મોબાઈલમાં પણ બાળકીએ પિક્ચર જોયું હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે બી ડીવીઝન પોલીસે શનિવારે બપોર બાદ આ કેસમાં કિશોરીના પરિવારજનોના નિવેદનો પણ લીધા છે. જેના પરથી પોલીસને એવું અનુમાન છે કે તેણી પાસેનો મોબાઈલ પરિવારજનોએ લઈ લીધા બાદ છોકરમતમાં આ કિશોરીએ આપઘાત કરવાનું પગલું ભર્યુ હોય તો નવાઈ નહી. તેમ છતાં આ કેસમાં કિશોરીની હત્યા કે આત્મહત્યા અંગે સાચી વિગતો મેળવવા પોલીસ ચારે દિશામાં તપાસ કરી રહી છે અને એફએસએલને પણ જાણ કરીને તપાસમાં જોડી દેવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news