વેરામાં કોઈ પણ વધારા વગરનું ગુજરાતનું બજેટ... આ છે પ્રજાને ગમશે તેવા આકર્ષક હાઈલાઈટ્સ

2021 ના બજેટ (budget 2021) ના સૌથી મોટા હાઈટલાઈટ એ છે કે, વેરામાં કોઈપણ વધારા વગરનું બજેટ રજૂ કરાયું છે. આ સાથે જ ગુજરાત બજેટ 2021ના મહત્વના હાઈટલાઈટ્સ (budget highlights) જાણીએ... 

વેરામાં કોઈ પણ વધારા વગરનું ગુજરાતનું બજેટ... આ છે પ્રજાને ગમશે તેવા આકર્ષક હાઈલાઈટ્સ

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના કાળ બાદ ગુજરાતનું બજેટ રજૂ થયું છે. જેમાં અનેક મહત્વની પ્રજાલક્ષી જાહેરાતો કરવામાં આવી છે. આ જાહેરાતોમાં સૌથી મોટી બાબત એ છે કે, બજેટ (gujarat budget) માં કોઈ જ પ્રકારના વેરા વધારાની જાહેરાત કરાઈ નથી. ગુજરાતનું અત્યાર સુધીનું આ સૌથી મોટુ બજેટ છે. નાણામંત્રી નીતિન પટેલે રૂ.2,27,029 કરોડનું બજેટ રજૂ કર્યું છે. કોરોનાકાળમાં લોકોની આવક પર મોટો ફટકો પડ્યો છે. આવામાં 2021 ના બજેટ (budget 2021) ના સૌથી મોટા હાઈટલાઈટ એ છે કે, વેરામાં કોઈપણ વધારા વગરનું બજેટ રજૂ કરાયું છે. આ સાથે જ ગુજરાત બજેટ 2021ના મહત્વના હાઈટલાઈટ્સ (budget highlights) જાણીએ... 


નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જણાવાયું કે, કોરોનાની મહામારીના કારણે વિપરીત અસર પડી છે. આ કાળમાં અનેક પેકેજ જાહેર કરવામાં આવ્યા હતા. મોટા પ્રમાણમાં રાહતોની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટી, વીજળી કર રાહત આપવામાં આવી હતી. ત્યારે 2021ના બજેટમાં હયાત વેરાના દરમાં વધારો નહિ કરવાની જાહેરાત કરાઈ છે. વેરામાં કોઈપણ વધારા વગરનું બજેટ રજૂ કરવામા આવ્યું છે. એટલે કે વેરામાં કોઈ વધારો ઝીંકાયો નથી. 

બજેટ વચ્ચે નાણામંત્રીની ટકોર, ખેડૂતોના નામે ફરનારા અને ચરનારા કેટલાય આવ્યા અને કેટલાય ગયા...


અમદાવાદ, સુરત અને ગાંધીનગરમાં મેટ્રો બાદ ચાર શહેરમાં મેટ્રો લાઈટની જાહેરાત કરવામાં આવી છે. વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર શહેરમાં મેટ્રો લાઈટ - મેટ્રો નીઓ ટેક્નોલોજીવાળી મેટ્રો સેવા પુરી પાડવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે 50 કરોડની જોગવાઈ કરી છે.

3 
એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્રના લાયન પ્રોજેક્ટના પહેલા તબક્કા માટે રૂ 11 કરોડની જોગાવાઈ. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહેસુલી, વીડી વિસ્તારમાં સિંહોનું સંરક્ષણ કરાશે. સિંહોના ખોરાક વધારવા સાંભર બ્રિડિંગ સેન્ટર 10 કરોડના ખર્ચે બનશે. દીપડા માટે મેગા રેસ્ક્યુ સેન્ટર 7 કરોડના ખર્ચે બનાવાશે.


પાવાગઢમાં માંચીના વિકાસ માટે રૂ 31 કરોડનો પ્રોજેક્ટ મૂકાયો. નારાયણ સરોવર-કચ્છના વિકાસ માટે રૂ 30 કરોડનો પ્રોજેક્ટ કરાશે. માતાના મઢ-કચ્છ ના વિકાસ માટે રૂ 25 કરોડનો પ્રોજેક્ટની જાહેરાત. તો બહુચરાજીના વિકાસ માટે રૂ 10 કરોડની જોગવાઈ કરાઈ. કંથારપુર વડ, ગાંધીનગરના વિકાસ માટે 10 કરોડ જોગવાઈ. 

ગામડાઓમાં આતંક મચાવતો દીપડો ગુજરાતના બજેટમાં ઘૂસ્યો, જાણો શું થઈ જાહેરાત

5
રાજ્યમાં હેલિકોપ્ટર સેવાનો વ્યાપ વધારવા હેલીપોર્ટ વિકસાવવા મંજૂરી. અમદાવાદ, સોમનાથ, અંબાજી, દ્વારકા, સાપુતારા અને ગીર ખાતે હેલીપોર્ટ વિકસાવવા 3 કરોડ

6
ભારત સરકારની યોજના હેઠળ નવા બે મેગા ટેક્ષટાઇલ પાર્ક ગુજરાતમાં બનશે. ભરૂચના જંબુસરમાં બલ્ક ડ્રગ ઈંડસ્ટ્રીયલ પાર્ક અને રાજકોટ ખાતે મેડીકલ ડિવાઇસ ઈંડસ્ટ્રીયલ પાર્ક બનશે

7
કેવડિયાની આસપાસના 50 કિ.મીમાં કમલમ ફ્રૂટના બે લાખના વાવેતર માટે 15 કરોડની જોગવાઈ. કમલમ ફ્રુટની નર્સરી માટે 15 કરોડની જોગવાઈ કરાઈ. કચ્છથી કેવડિયા માટે કમલમ લઇ જવાશે. આદિવાસી વિસ્તારોમાં કમલમ ખેતી કરાશે

8
ડાંગ જિલ્લાની સંપૂર્ણ રસાયણમુક્ત મુક્ત કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશ સાથે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ વર્ષે 10,000 તથા બીજા વર્ષે 6000 નાણાંકીય સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી. આ માટે ૩૨ કરોડની જોગવાઈ કરવામાં આવી

9 
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમના જીવનસાથે સંકળાયેલા સ્થળોનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરાશે

10 
અન્ન નાગરિક સુરક્ષા કાયદા હેઠળ 71 લાખ પરિવારોને આવરી લેવાશે. અત્યાર સુધી 35 લાખ પરિવારોને આવરી લેવાયા હતા. દિવાળી અને જન્માષ્ટમી નિમિત્તે આ ગરીબ પરિવારોને એક-એક લીટર કપાસિયા તેલ અપાશે. જે માટે 70 કરોડની જોગવાઈ કરાઈ. રાજ્યમાં ગેસ સિલિન્ડર વગરના 3.12 લાખ લાભાર્થીઓને PNG કે LPG કનેક્શન આપવા રૂ 50 કરોડની જોગવાઈ. 

11 
અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ટોય મ્યૂઝિયમ બનાવાશે

12 
પીએમ મોદીના વતન વડનગર ખાતે એથ્લેટિક ટ્રેક અને સ્પોર્ટસ હોસ્ટેલ બનાવાશે, જેના માટે 13 કરોડની જોગવાઈ. વડનગરના હેરિટેજ સ્ટ્ર્કટર, પુરાતત્વ વિભાગના સ્થળો, તળાવો, વિવિધ મંદિરો, તેમજ અન્ય પ્રવાસી સુવિધાઓ માટે માસ્ટર પ્લાન બનાવીને કામગીરી કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news