અમદાવાદના શ્યામલ વિસ્તારમાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ, બેની ધરપકડ


પશ્ચિમ વિસ્તારના પોશ એરિયા શ્યામલ ક્રોસ રોડ પર આવેલા શ્યામલ રો હાઉસ -2 માં એક દંપતી આ સેક્સ રેકેટ ચલાવતું હોવાની બાતમી મહિલા પોલીસ ને મળી હતી. તેમને ડમી ગ્રાહક દ્વારા છટકું ગોઠવીને સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. 

અમદાવાદના શ્યામલ વિસ્તારમાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ, બેની ધરપકડ

ઉદય રંજન/અમદાવાદઃ શહેરના શ્યામલ વિસ્તારમાંથી હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. વિદેશથી યુવતીને બોલાવીને રહેણાંક વિસ્તારમાં સેક્સનો કાળો કારોબાર કરવામાં આવતો હતો. મહિલા ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક મહિલા અને પુરુષની ધરપકડ કરી છે. જ્યારે ફરાર થયેલા બે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. 

પશ્ચિમ વિસ્તારના પોશ એરિયા શ્યામલ ક્રોસ રોડ પર આવેલા શ્યામલ રો હાઉસ -2 માં એક દંપતી આ સેક્સ રેકેટ ચલાવતું હોવાની બાતમી મહિલા પોલીસ ને મળી હતી. તેમને ડમી ગ્રાહક દ્વારા છટકું ગોઠવીને સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. મહિલા ક્રાઇમ બ્રન્ચે રીતુ ઉર્ફે આશા પટેલ અને એજન્ટ જય ઉર્ફે ભરત મકવાણાની ધરપકડ કરી છે. રેડ દરમ્યાન મકાનમાંથી ઉઝ્બેકિસ્તાન ની વિદેશી યુવતી પણ મળી આવી છે. આશા અને તેનો પતિ તુષાર પટેલ છેલ્લા બે વર્ષથી આ રેકેટ ચલાવતા હોવાનું ખુલ્યું છે. તેઓએ રૂ-15 હજારમાં આ મકાન પણ ભાડે લીધું હતું અને વિદેશી યુવતીને સાથે રાખીને ગ્રાહકને બોલાવી દેહવ્યાપાર કરાવતા હતા. 

ભાજપે પેટા ચૂંટણી જીતવા કઈ બેઠક પર કોને સોંપી જવાબદારી, ક્લિક કરીને જાણો 

રહેણાંક વિસ્તારમાં હાઈ પ્રોફાઈલ રેકેટનો માસ્ટર માઈન્ડ જય મકવાણા અને તુષાર પટેલ છે. બન્ને મિત્રો છે. જય મકવાણાએ દિલ્હીના ઉસ્માન નામના વ્યકતી પાસેથી વિદેશી યુવતીઓને બોલાવતો હતો. ત્યાર બાદ ગ્રાહકોનો સંપર્ક કરને આ દેહવ્યાપાર ચલાવતા હતા. આરોપીઓ રૂ 7 હજાર થી 20 હજાર સુધીમાં સોદો કરતા હતા. આ દંપતી પોતાના ભાડાના મકાનમાં રૂમ આપવા માટે એસી અને નોન એસીનું પણ ભાડું વસુલ કરતા હતા. સૌથી ચોંકાવનારી બાબત એ આવી કે જે વ્યક્તિ ગ્રાહક લાવે તેને ભાગે  50 ટકા રકમ જતી હતી અને  જ્યારે બીજા 50 ટકા વિદેશી યુવતી અને અન્ય વ્યક્તિઓ વચ્ચે વહેચણી થતી હતી.

સભ્ય સમાજમાં સભ્ય વાતો કરી રહેલા આ દંપતીના કાળા કામનો પર્દાફાશ થયો છે. પોલીસથી બચવા આ ટોળકીએ રહેણાંક વિસ્તારમાં સેક્સ રેકેટ શરૂ કર્યું હતું. આ કેસમાં મહિલા ક્રાઇમે વિદેશી યુવતીનું નિવેદન નોંધ્યું છે. જ્યારે આશા અને જયની ધરપકડ કરીને ફરાર આરોપી તુષાર પટેલ અને ઉસ્માનની શોધખોળ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ઉઝ્બેકિસ્તાનની આ યુવતી છેલા 10 દિવસથી જય મકવાણાના કહેવાથી અમદાવાદમાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news