હવે ગુજરાતમાં બનશે દુબઈ જેવી ઊંચી આઇકોનીક બિલ્ડીંગો: મુખ્યમંત્રી વિજય રૂપાણી

મુખ્યમંત્રીએ બાંધકામ ક્ષેત્ર માટે અનેક મહત્વની જાહેરાતો કરી હતી. મુખ્યમંત્રી વિજય રુપાણીએ દાવો કર્યો કે, એફએસઆઇ વધાર્યા બાદ હવે તેઓ ગુજરાતના 4 મુખ્ય શહેરો અમદાવાદ, રાજકોટ, બરોડા અને સુરતમાં સ્કાયલાઇન બિલ્ડીંગો જોવા માગે છે અને તે માટે સરકારની અનેક તૈયારીઓ છે. 

હવે ગુજરાતમાં બનશે દુબઈ જેવી ઊંચી આઇકોનીક બિલ્ડીંગો: મુખ્યમંત્રી વિજય રૂપાણી

બ્રિજેશ દોશી/ગાંધીનગર: રાજ્યના રીયલ એસ્ટેટ ક્ષેત્રને પ્રોત્સાહન મળે તે માટે મુખ્યમંત્રી વિજય રુપાણીએ આજે વિવિધ જાહેરાતો કરી હતી. અમદાવાદમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રની માતૃસંસ્થા ક્રેડાઇના કાર્યક્રમ વિવિધ 15 કેટેગરીમાં ડેવલપર્સને એવોર્ડ આપવામાં આવ્યા તો સાથે જ મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબમુખ્યમંત્રી નીતિન પટેલ અને ઉર્જામંત્રી સૌરભ પટેલને પણ એવોર્ડ એનાયત થયો. 

આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી 3 હજારથી વધુ ડેવલપર્સ હાજર રહ્યા હતા ત્યારે મુખ્યમંત્રીએ બાંધકામ ક્ષેત્ર માટે અનેક મહત્વની જાહેરાતો કરી હતી. મુખ્યમંત્રી વિજય રુપાણીએ દાવો કર્યો કે, એફએસઆઇ વધાર્યા બાદ હવે તેઓ ગુજરાતના 4 મુખ્ય શહેરો અમદાવાદ, રાજકોટ, બરોડા અને સુરતમાં સ્કાયલાઇન બિલ્ડીંગો જોવા માગે છે અને તે માટે સરકારની અનેક તૈયારીઓ છે.

પાણીના મુદ્દે ઉગ્ર થયેલી મહિલાઓએ કર્યું રસ્તા રોકો આંદોલન, પોલીસે કરી અટકાયત

લોકોને સિંગાપુર, હોંગકોંગ અને દુબઇની જેમ ગુજરાતમાં પણ 50 થી 60 માળની આઇકોનીક બિલ્ડીંગો જોવા મળે તે માટે ડેવલપર્સને પ્લાનીંગ કરવા મુખ્યમંત્રીએ આશા વ્યક્ત કરી. લાંબા સમયથી ગુજરાતમાં એફએસઆઇ અને ટીપીની પડતર માગણીઓ હતી જે સરકારે મંજૂર કરી દીધી છે અને હવે સમગ્ર રાજ્ય માટે કોમન જીડીસીઆર હશે જેના નોટીફીકેશન પર મુખ્યમંત્રીએ આજે સવારે જ સહી કરી છે.

પત્ની સાથે છુટાછેડા લેવા માટે પતિએ ઘડ્યો માસ્ટર પ્લાન, જાણી ચોંકી જશો

સમગ્ર રાજ્યમાં કોમન જીડીસીઆર બાંધકામ માટે રહેશે જેનો લાભ તમામ ડેવલપર્સને મળશે. મુખ્યમંત્રીએ આશા વ્યક્ત કરી કે હવે સમય આવી ગયો છે કે, ગુજરાતમાં શહેરીકરણ સતત વધી રહ્યું છે ત્યારે સ્કાયલાઇન બિલ્ડીંગો બને. સાથે જ એફએસઆઇ વધવાથી લોકોને એફોર્ડેબલ હાઉસીંગનો લાભ મળે તે પણ જરુરી છે.

5000માં ટ્રાયલ વિના લાયસન્સ કાઢવાની લાલચ આપી સુરતીઓ સાથે થઇ ઠગાઇ

આગામી દિવસોમાં ગુજરાતમાં 50 ટકા વસ્તી શહેરોમાં રહેતી હશે. ત્યારે આ તમામ બદલાવ ખૂબ જરૂરી છે. આગામી 20-25 વર્ષ સુધી ડેવલપર્સને કોઇ સમસ્યા કે માગ ન રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવી હોવાનો મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો.  ખૂબ જ ઓછા સમયગાળામાં ટી.પી. સ્કીમ પુરી કરવાના લક્ષ્યાંક સાથે, ટી.પી. ના જુદા જુદા તબક્કાને ઓછા કરી તાત્કાલિક પૂર્ણ કરવા કાયદામાં સુધારા માટે સૂચના લોકોના “ઘરનું ઘર” ના સ્વપ્નને સાકાર કરવામાં આવશે.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news