પુત્રને પીએમ પદના શપથ લેતા જોઈને માતા હીરાબા ખુશખુશાલ, તાળીઓ પાડી વધાવી લીધા

નરેન્દ્ર મોદીએ આજે ભારતના વડાપ્રધાન પદના શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં મોદીને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં. આ સમારોહનું સીધુ પ્રસારણ પીએમ મોદીના માતા હીરાબા ઘરે બેસીને જોઈ રહ્યાં હતાં. પુત્રને શપથ લેતા જોઈને વયોવૃદ્ધ માતા પોતાને તાળીઓ પાડતા રોકી શક્યા નહીં. 
પુત્રને પીએમ પદના શપથ લેતા જોઈને માતા હીરાબા ખુશખુશાલ, તાળીઓ પાડી વધાવી લીધા

નવી દિલ્હી: નરેન્દ્ર મોદીએ આજે ભારતના વડાપ્રધાન પદના શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં મોદીને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં. આ સમારોહનું સીધુ પ્રસારણ પીએમ મોદીના માતા હીરાબા ઘરે બેસીને જોઈ રહ્યાં હતાં. પુત્રને શપથ લેતા જોઈને વયોવૃદ્ધ માતા પોતાને તાળીઓ પાડતા રોકી શક્યા નહીં. 

સમાચાર એજન્સી એએનઆઈ તરફથી જારી કરાયેલી ટ્વિટમાં જાણકારી અપાઈ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ અમદાવાદ સ્થિત પોતાના ઘર પર નવી સરકારનો શપથગ્રહણ સમારોહ જોયો. તેઓ ગાંધીનગર ખાતે રાયસણમાં વૃંદાવન બંગલામાં નાના પુત્ર અને પીએમ મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રહે છે. 

જુઓ LIVE TV

લોકસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમત મળ્યા બાદ પીએમ મોદી રવિવારે માતા હીરાબાને મળવા ગયા હતાં અને તેમના આશીર્વાદ લીધા હતાં. શાસ્ત્રીય સંગીતના વિદ્વાન પદ્મભૂષણ પંડિત છન્નુલાલ મિશ્રાએ ગુરુવારે બનારસના સાંસદ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના શપથ લેતા પહેલા ખુબ શુભેચ્છાઓ પાઠવી, તેમણે મોદીના માતાજી હીરાબાની તુલના કૌશલ્યા સાથે કરી છે. મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં પંડિત છન્નુલાલા મિશ્રાએ મોદી માટે બધૈયા ગાયા હતાં. 

17મી સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના મહેસાણાના વડનગરમાં પીએમ મોદીનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ દામોદરદાસ અને માતાનું નામ હીરાબેન છે. બાળપણમાં મોદી વડનગર સ્ટેશન પર પિતા અને ભાઈ કિશોર સાથે રેલવે સ્ટેશન પર ચા વેચતા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news