2 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘાડંબર, નરોડામાં 2 ઇંચ વરસાદ
હાલમાં સૌરાષ્ટ્ર, મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હાલ રાજ્યનાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે વચ્ચે હવામાન વિભાગે વધારે વરસાદની આગાહી કરી છે.
Trending Photos
અમદાવાદ : હાલમાં સૌરાષ્ટ્ર, મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હાલ રાજ્યનાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે વચ્ચે હવામાન વિભાગે વધારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા સાર્વત્રિક વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં સામાન્યથી હળવા વરસાદની આગાહીના પગલે આજ સવારથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, આહ્વા, ભરૂચ સહિતનાં નગરોમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, મોરબી સહિતની જગ્યા પર ભારે વરસાદ પડશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, બનાસકાંઠા અને મહેસાણા સહિતની જગ્યાએ ભારે વરસાદ પડશે.
શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો છે. ધીમીધારે શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. બોપલ, એસજી હાઇવે, સેટેલાઇટ, વસ્ત્રાપુર, જજીસ બંગલો, નારણપુરા, ઘાટલોડિયા, મોટેરા, સાબરમતી, ચાંદખેડા, નરોડા, મેમ્કો, વિરાટનગર, મણિનગર, વટવા, મણિનગર, વસ્ત્રાલ સહિતનાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. વિઝીબિલિટી ઓછી હોવાથી રોડ પર વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.
શહેરમાં સવારથી બપોરે એક વાગ્યા સુધીમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેમાં ઉત્તર ઝોન એટલે કે નરોડા, કોતરપુર, સરદારનગર વિસ્તારમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ચાંદખેડા, ઓઢવ, નિકોલ, રામોલ વિસ્તારમાં અડધાથી પોણે ઇંચ વરસાદ પડ્યો છે. વહેલી સવારથી અમદાવાદમાં સતત ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. શહેરમાં અત્યાર સુધીમાં સિઝનનો 32 ઇંચ વરસાદ પડી ચુક્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં હાલ વરસાદની તિવ્રતા વધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે