અડધા ગુજરાતમાં વરસાદ વરસ્યો : ભરશિયાળે માવઠું આવતા ખેડૂતો પાક બચાવવા દોડ્યા

Gujarat Rains : મધ્ય ગુજરાતમાં વડોદરા, નર્મદા અને છોટાઉદેપુર તો દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ... ભરશિયાળે માવઠું થતાં વધી ખેડૂતોની ચિંતા

અડધા ગુજરાતમાં વરસાદ વરસ્યો : ભરશિયાળે માવઠું આવતા ખેડૂતો પાક બચાવવા દોડ્યા

Gujarat Weather Forecast : ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે સર્વત્ર વરસાદ આવી ગયો છે. ગત રોજથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવી ગયો છે. ભરશિયાળે માવઠું થતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. પાક સાચવવા શું કરવું તે સમજાતુ નથી. બે દિવસથી ગુજરાતનું વાતાવરણ એકાએક પલટાયું છે. ભરશિયાળે માવઠું આવ્યું છે. કડકડતી ઠંડી વચ્ચે વાદળો મંડરાયા છે અને વરસાદ આવ્યો છે. ત્યારે આજે પણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. 

પંચમહાલમાં વરસાદ
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મોડી રાત્રે મૂળાની કાપડી, ગજાપુરા, કાંટુ સહિત દાહોદ જિલ્લાના છેવાડાના વાવ લવારીયા, કાકલપુર સહિતના ગામોમાં મોડી રાત્રે અને વહેલી સવારે કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં પાક સાચવવા દોડધામ મચી હતી. ઘાસચારો ખુલ્લામાં હોવાથી ખેડૂતોએ ઢાંકવા કર્યો પ્રયાસ પરંતુ કેટલોક ઘાસચારો પલળી ગયો છે. ઘઉંના પાકને હાલ રાહત છે, જ્યારે તુવેર કપાસ અને સૂકા ઘાસચારામાં નુકશાનની ભીતિ છે. મોડી રાત્રે અને વહેલી સવારે ભારે ઝાપટા સાથે કમોસમી વરસાદ બાદ હાલ પણ વાદળછાયું વરસાદી વાતાવરણ છવાયું છે. 

દાહોદમાં વરસાદ 
દાહોદ શહેર સહિત લીમખેડા ઝાલોદ ગરબાડા પંથકમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. દાહોદ શહેરમાં વીજળીના કડાકા સાથે વહેલી સવારથી વરસાદ તૂટી પડ્યો છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. આ કારણે જિલ્લાના ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. 

આણંદમાં વરસાદ 
આણંદમાં મધ્યરાત્રે કમોસમી વરસાદ ખાબક્યો હતો. સમગ્ર આણંદ પંથકમાં મધ્ય રાત્રે કમોસમી વરસાદ તૂટી પડ્યો. કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. આ વરસાદને કારણે શાકભાજી, બટાકા, તમાકુના પાકને નુકશાનની ભીતિ છે. 

સુરતમાં વરસાદ 
સુરત જિલ્લામાં કમોસમી વરસાદ જોવા મળ્યો. ઓલપાડ તાલુકાના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો. સ્યાદલા, કારેલી, મૂળદ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જેથી વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી થયા છે. વરસાદ વરસતા વાતાવરણ વધુ ઠંડુ બન્યું છે. તો બીજી તરફ ખેડૂતોની ચિંતા પણ વધી.

વડોદરામાં વરસાદ 
વડોદરાના ડભોઇમાં પણ ધોધમાર વરસાદે પધરામણી કરી. કમોસમી વરસાદ થતાં ઠંડીમાં એકાએક વધારો થયો છે. હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદ વરસી રહ્ય છે. વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતામાં વધારો થયો છે. આ કારણે આ પંથકના કપાસ, દિવેલા, તુવેર જેવા પાકોમાં નુકશાનની ભીતિ છે. 

છોટાઉદેપુરમાં વરસાદ 
મંગળવારે છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી જ વાદળ છાંયું વાતાવરણ હતું. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. પાવીજેતપુરમાં હાલ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વધુ વરસાદ વરસે તો ઘાસચારો તેમજ ખેતીમાં નુકસાનની ભીતિ છે. ભર શિયાળામાં તાલુકામાં વરસાદી માહોલ આવતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. આ પંછકના તુવર, મકાઈ, કપાસના પાકમાં નુકસાનની ભીતિ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news