પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદ, કુતિયાણા અને રાણાવાવમાં ચાર ઈંચ, ખેતરોમાં પાણી ભરાયા

રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે સતત વરસાદ પડી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં સવારથી મેઘમહેર થઈ છે. કુતિયાણા-રાણાવાવમાં ચાર-ચાર ઈંચ વરસાદ પડ્યો છે. 
 

પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદ, કુતિયાણા અને રાણાવાવમાં ચાર ઈંચ, ખેતરોમાં પાણી ભરાયા

પોરબંદરઃ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં આજે સવારથી સારો વરસાદ થયો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયા છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા અને રાણાવાવમાં ચાર-ચાર ઈંચ વરસાદ પડ્યો છે. 

ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલી
પોરબંદર શહેર અને જિલ્લામાં આવેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પડી છે. શાળાએ જતા વિદ્યાર્થીઓએ પણ પાણી ભરાવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તો ભોરાસર ગામની વાડી શાળામાં પાણીને કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફસાયા હતા. જાણ છતાં તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું. 

No description available.

પોરબંદર જિલ્લામાં આજે સવારથી વરસાદ પડી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં સાંજે ચાર કલાક સુધીમાં કુતિયાણા અને રાણાવાવમાં ચાર-ચાર ઈંચ વરસાદ પડ્યો છે. તો પોરંબદરમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. સવારથી સતત પડી રહેલા વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. તો ખેડૂતો પણ ખેતીના કામમાં લાગી ગયા છે. 

રાજ્યમાં વરસાદની આગાહી
6,7,8 જુલાઈ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, દાહોદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તો 8 અને 9 જુલાઈ અતિ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે. તો અમદાવાદમાં દક્ષિણ અમદાવાદમાં ભારે વરસાદ રહેશે. તેમજ અમદાવાદ શહેરમાં છૂટા છવાયા વરસાદની આગાહી છે. આવતીકાલે 6 જુલાઈએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે. પરંતુ ત્યારબાદ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આમ, આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે. અત્યાર સુધી ગુજરાતમાં 117 મીમી વરસાદ અને 22 મીમી વરસાદની ઘટ છે. હજુ સુધી જોઈએ એવો વરસાદ ગુજરાતમાં વરસ્યો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news