જુનાગઢમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં ખુશી
Trending Photos
જુનાગઢ : સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ અસહ્ય ગરમી અને ધોમધખતો તડકો પડી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી છુટા છવાયા વરસાદને બાદ કરતા સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ નથી. સૌરાષ્ટ્રનાં ખેડૂતો વધારે એક વરસાદની રાહ જોઇ રહ્યા છે. તો બીજી તરફ અસહ્ય ઉકળાટનાં કારણે નાગરિકો પણ ખુબ જ પરેશાન હતા. જો કે 2 વાગ્યા બાદ અચાનક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોમાં પણ ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું.
સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં કપાસ અને મગફળીના પાકને વરસાદની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. કપાસ અને મગફળીના પાકને વરસાદ વગર સુકાવા લાગ્યો છે. જેથી ખેડૂતો પણ ધોધમાર વરસાદની રાહ જોઇને બેઠા છે. જો કે છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે. હળવા ઝાપટાથી પાકને પણ પુરતુપાણી મળતું નથી. જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કપાસ, મગફળી અને અન્ય મગ, અડદ, તલ અને મકાઇ જેવા પાકોને એક વરસાદની જરૂર છે.
ગઇકાલે 1 ઓગષ્ટનાં રોજ વીરપુર અને બાબરા પંથકમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. યાત્રાધામ વીરપુરમાં પણ વરસાદી ઝાપટું પડ્યું હતું. હવામાન વિભાગની આગાહી હોવા છતા મેઘરાજાનું આગમન નહી થવાનાં કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે