દાહોદ : અસ્થિ વિસર્જન કરવા ગયેલા 6 યુવકો અનાસ નદીમાં વચ્ચોવચ ફસાયા, બાદમાં લોકોની નજર સામે ડૂબ્યાં

દાહોદ જિલ્લામા આજે વરસાદે ભારે જમાવટ કરી છે. દાહોદથી નીમબાહેડા હાઇવે ઉપર પાણી ભરાઈ ગયા છે. તો ધોધમાર વરસાદને પગલે નદી નાળા અને ધોધ છલકાયા છે

દાહોદ : અસ્થિ વિસર્જન કરવા ગયેલા 6 યુવકો અનાસ નદીમાં વચ્ચોવચ ફસાયા, બાદમાં લોકોની નજર સામે ડૂબ્યાં

હરીન ચાલીહા/દાહોદ :દાહોદ જિલ્લામાં આજે મેઘતાંડવ જોવા મળ્યું છે. સમગ્ર જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ (heavy rain) શરૂ થયો છે. ભારે વરસાદના પગલે દાહોદ શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. દાહોદ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ આખરે ખુલ્લી પડી ગઈ છે. ભારે વરસાદના પગલે શહેરના મુખ્ય માર્ગો તો છોડો, પણ નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને પગલે ઝાલોદની અનાસ નદીમાં 6 યુવકો ફસાયાનો બનાવ બન્યો છે. નદીમાં અસ્થિ વિસર્જન કરવા ગયેલા યુવકો પાણીનો પ્રવાહ અચાનક આવી જતા ફસાઈ ગયા છે. આવામાં એક યુવક નદીમાં તણાઈ જવાનો પણ બનાવ બન્યો છે. આ ઘટનાની જાણ થતા જ પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પોલીસ સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. યુવકોને રેસ્કયૂ કરવાનું ઓપરેશન હાથ ધરાયું હતું. જોકે, તંત્રના અનેક પ્રયાસો છતા નદીના પટ પર ફસાયેલા બાકીના 5 યુવકો પણ તણાઈ ગયા હતા. વહીવટી તંત્રની હાજરીમાં બચાવ કામગીરી થઈ શકી ન હતી. ઘટનાના કલાકો બાદ પણ યુવકોને બચાવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હતું. આમ, લોકોની નજર સામે 6 યુવકો તણાયા હતા.  

સુરતના આ ડામયંડ ગણેશની ખ્યાતિ વિદેશ સુધી પહોંચી છે, તેની તસવીર રાખનારાનું નસીબ ચમકે છે 

દાહોદ જિલ્લામા આજે વરસાદે ભારે જમાવટ કરી છે. દાહોદથી નીમબાહેડા હાઇવે ઉપર પાણી ભરાઈ ગયા છે. લીમડી નજીક દેપાડા ગામે પણ પાણી પાણી જોવા મળી રહ્યાં છે. હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને તકલીફ પડી રહી છે. દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે નદી નાળા અને ધોધ છલકાયા છે. ચોસાલાના કેદારનાથ મહાદેવ મંદિરનો ધોધ પાણી આવતા જ શરૂ થયો છે. ધોધ શરૂ થતા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. ધોધ શરૂ થતા પ્રવાસીઓમાં ખુશી છલવાઈ છે. 

તો દાહોદના લીમડીની માછણ નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી છે. નદીમાં પાણી આવતા લીમડીથી સંજેલીને જોડતો કોઝવે ડૂબ્યો છે. કોઝવે ડૂબતા આસપાસના લોકોના વાહન વ્યવહારને મોટી અસર થઈ છે. વરસાદને પગલે રસ્તો બંધ કરાયો છે. લીમડી પોલીસે બંદોબસ્ત ગોઠવી બ્રિજ ઉપર અવરજવર કરતા લોકો પર પ્રતિબંધ મૂક્યો છે. 

ગુજરાતના 2 મજેદાર viral video : રસ્તા પર લડી પડ્યા વર્ષો જૂના જાની દુશ્મન.... 

ઉલ્લેખનીય છે કે, બપોરે 2 વાગ્યા સુધી રાજ્યના 133 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 5 ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો. તો મહેસાણાના સતલાસણામા પણ 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. અરવલ્લીના ભિલોડામાં પણ પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. પંચમહાલના શહેરોમા 2 કલાકમા 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, આમ, કુલ 3 ઇંચ વરસાદ પંચમહાલમાં પડ્યો છે. રાજકોટના ધોરાજીમાં 2 કલાકમા 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. પોરબંદરના રાણાવાવમા પણ 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 

ગુજરાતના આજના મહત્વના અપડેટ્સ....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news