પરોઢિયે વરસેલા 2 ઈંચ વરસાદે આખા અમદાવાદને ધમરોળી નાંખ્યું, લોકોના ઓટલા સુધી પાણી ભરાયા
અમદાવાદમાં આજે વહેલી સવારે 4થી 6 વાગ્યામાં પોણા બે ઈંચ વરસાદ તૂટી પડ્યો હતો. અમદાવાદમા વહેલી સવારે ચાર વાગ્યા બાદ વીજ કડાકા ભડાકા સાથે શરૂ થયેલા વરસાદે પૂર્વના અનેક વિસ્તારોને પાણી પાણી કરી દીધા. ઓછા સમયમાં વધુ વરસાદ વરસતા અનેક સ્થળોએ પાણી ભરાયા. શહેરમાં ગઈ કાલ સવારના 6 વાગ્યાથી લઈને આજે સવારે 6 વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ 51.92 મિમી (2 ઈંચ) વરસાદ નોંધાયો. જેમાંથી 44 મિમી જેટલો વરસાદ તો આજે સવારે 4 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન જ નોંધાયો છે. જેથી અમદાવાદના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે.
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદમાં આજે વહેલી સવારે 4થી 6 વાગ્યામાં પોણા બે ઈંચ વરસાદ તૂટી પડ્યો હતો. અમદાવાદમા વહેલી સવારે ચાર વાગ્યા બાદ વીજ કડાકા ભડાકા સાથે શરૂ થયેલા વરસાદે પૂર્વના અનેક વિસ્તારોને પાણી પાણી કરી દીધા. ઓછા સમયમાં વધુ વરસાદ વરસતા અનેક સ્થળોએ પાણી ભરાયા. શહેરમાં ગઈ કાલ સવારના 6 વાગ્યાથી લઈને આજે સવારે 6 વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ 51.92 મિમી (2 ઈંચ) વરસાદ નોંધાયો. જેમાંથી 44 મિમી જેટલો વરસાદ તો આજે સવારે 4 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન જ નોંધાયો છે. જેથી અમદાવાદના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે.
અમદાવાદમાં વહેલી સવારે ચાર કલાક બાદ વીજ કડાકા ભડાકા સાથે શરુ થયેલ વરસાદે પૂર્વના અનેક વિસ્તારોને પાણી પાણી કરી દીધા છે. હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાઈ ગયું છે. હાઈટકેશ્વર, અમરાઈવાડી 132 ફુટના રિંગરોડ પર વરસાદી પાણીનો ભરાવો થયો છે. તો હાટકેશ્વરમાં આવેલ આઈશ્રી ખોડિયાર મંદિર (વાવ) સકુંલમા વરસાદી પાણી ભરાઈ ગયું છે. જોકે મંદિર સકુંલમા ચાલતા સમારકામને લઈને તે શ્રદ્ધાળુઓને દર્શન માટે અગાઉથી જ બંધ કરી દીધું હતું.
ક્યાં ક્યાં પાણી ભરાયા
ભારે વરસાદને પગલે ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અનેક લોકોના ઘરોમાં ઓટલા સુધી પાણી ભરાયા છે. મણિનગર ગોરના કુવા માર્ગ પરની અનેક સોસાયટીઓના રસ્તાઓમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. સીટીએમ જામફળવાડી કેનાલ પાસેની પણ અનેક સોસાયટીઓમા વરસાદી પાણી ભરાયા છે. મણિનગરમાં જવાહરચોકથી ભૈરવનાથ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમા વરસાદી પાણીનો ભરાવો થયો છે. જશોદાનગરથી સીટીએમના નેશનલ હાઈવે પરની આસપાસની અનેક સોસાયટીઓમા વરસાદી પાણી ફરી વળ્યા છે. તો વટવા જીઆઈડીસી જવાના માર્ગ પર પુનિતનગર રેલવે ફાટક પાસે નીચાણવાળો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
આમ મળસ્કે વરસી પડેલા વરસાદે અમદાવાદને ધમરોળી નાંખ્યું છે. નરોડા, મેમકો, દુધેશ્વર તરફ 1 કલાકમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. તો ચકુડિયા, ઓઢવ, ઉસમાનપુરા, રાણીપ, બોડકદેવ, મ્યુનિ.કોઠા, વટવા, સરખેજ અને મણિનગર તરફ પણ દોઢ થી 2 ઇંચ વરસાદ નોંધાયો છે.
મીઠાખળી અંડરપાસમાં દિવલ ધસી પડી
ઓછા સમયમાં વધુ વરસાદ થતું અમદાવાદ આખામાં અનેક સ્થળે પાણી ભરાયા હતા. જોકે, 7 વાગ્યા બાદ વરસાદ બંધ હોવાથી પાણીનો નિકાલ પણ શરૂ થયો હતો. વાસણા બેરેજના બે ગેટ ખોલી 3042 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. 23 અને 24 નંબરના ગેટ ઓપન કરાયા છે. તો હાટકેશ્વર, ctm, ખોખરા, સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. તો બીજી તરફ, મીઠાખળી અંડરપાસમાં ફરીથી દિવાલ ધસી પડવાનો બનાવ બન્યો હતો. મેઘાણીનગર, નરોડા, ઓઢવ તરફના વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા છે. હાલ વરસાદ બંધ થતાં પાણી ઉતરવાના શરૂ થયા છે.
પશ્ચિમ વિસ્તારો પણ પાણી પાણી
અમદાવાદમાં વહેલી સવારથી અમદાવાદને પાણી પાણી કરી નાખ્યું છે ત્યારે પશ્ચિમ વિસ્તારમાં વેજલપુર, જીવરાજપાર્ક, વાસણા, શિવરંજની, આણંદનગર, હેલ્મેટ, એઇસિ, 132 ફિટ રિંગ રીડ પર પણ પાણી ભરાયેલા છે. તો સેટેલાઈટ વિસ્તારના રામદેવનગર પર એક તરફ કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ વરસાદના પાણી ભરાઈ જવાથી રહીશો હાલાકી ભોગવી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે