નૌતપામાં ખૂબ તપી રહ્યું છે ગુજરાત, સુરેન્દ્રનગર આગ જેવી ગરમીમાં શેકાયુ
સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે રાજ્યમાં ગરમીનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સતત કેટાલાક દિવસોથી ગરમી પડી રહી છે. જેના પગલે લોકોને ગરમીમાં બહાર ન નીકળવા તાકીદ કર્યાં છે. ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીમાં સમગ્ર રાજ્ય શેકાઇ રહ્યું છે. ત્યારે શનિવારે રાજ્યનું સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર રહ્યું છે.
Trending Photos
અમદાવાદ :સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે રાજ્યમાં ગરમીનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સતત કેટાલાક દિવસોથી ગરમી પડી રહી છે. જેના પગલે લોકોને ગરમીમાં બહાર ન નીકળવા તાકીદ કર્યાં છે. ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીમાં સમગ્ર રાજ્ય શેકાઇ રહ્યું છે. ત્યારે શનિવારે રાજ્યનું સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર રહ્યું છે.
વાત કરીએ તો સુરેન્દ્રનગરનું તાપમાન 45.3 ડિગ્રી નોંધાયું છે. રાજકોટ અને ગાંધીનગરનું તાપમાન 44.5 ડિગ્રી નોંધાયું છે. તો અમદાવાદનું તાપમાન 44.2 ડિગ્રી નોંધાયું છે. ડીસાનું તાપમાન પણ 42.8 ડિગ્રી નોંધાયું છે. ગરમીનો પારો ઉંચકાઇ રહ્યો છે.
- અમદાવાદ 44.2 ડિગ્રી
- સુરેન્દ્રનગર 45.3 ડિગ્રી
- સુરત 44 ડિગ્રી
- ગાંધીનગર 44.5 ડિગ્રી
- રાજકોટ 44.5 ડિગ્રી
- ભૂજ 42.4 ડિગ્રી
- ડીસા 42.8 ડિગ્રી
સમગ્ર દેશમાં ગરમીનો કહેર, શનિવારનો દિવસ સિઝનનો સૌથી ગરમ નોંધાયો, 30નાં મોત
હજી પણ આગામી દિવસોમાં ગરમીમાં છૂટકારો મળે તેમ નથી. કારણ કે, હાલ નૌતપા ચાલી રહ્યા છે, જેમાં પૃથ્વી સૂર્યની એકદમ નજીક હોય છે. આકાશમાંથી અગનગોળા સીધા જ શરીર પર વરસતા હોય તેવી હાલત હાલ ગુજરાતીઓની થઈ ગઈ છે. લોકો રીતસરના દિવસે બહાર નીકળે તો શેકાઈ રહ્યાં છે. રાત્રે અગિયાર વાગ્યા સુધી ગરમીથી કોઈ રાહત મળતો નથી.
સમગ્ર દેશમાં ગરમીનો કહેર
સમગ્ર દેશમાં ગરમી કેર વરસાવી રહી છે. શનિવાર આ સિઝનનો સૌથી વધુ ગરમ દિવસ નોંધાયો. ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભીષણ ગરમી અને લૂની ઝપટમાં છે. રાજસ્થાન,પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પૂર્વીય રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, લૂની ઝપેટમાં છે. 145 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. રાજસ્થાનનાં ગંગાનગરમાં તાપમાન 49.6 ડિગ્રી રહ્યું. રાજસ્થાનનાં મોટા ભાગનાં શહેરોમાં તાપમાન 44 ડિગ્રીથી ઉપર નોંધાયું. દેશમાં લૂ અંગે રેડ એલર્ટ જાહેર કરાઈ છે. હવામાન વિભાગે લોકોને ઘરમાં રહેવાની ભલામણ કરી છે. જૂનના પહેલા સપ્તાહમાં પણ ગરમીનો દોર ચાલુ રહી શકે છે. રાજસ્થાનમાં આ સમયે ઉત્તર પશ્ચિમી અને પશ્ચિમી ગરમ હવાઓ ચાલી રહી છે. આ ગરમીના કારણે ચોમાસામાં વિલંબ અને પ્રી મોનસૂન સીઝનમાં ઓછો વરસાદ નોંધાય તેવી શક્યતા જોવાઈ રહી છે. ચોમાસુ 6 જૂનથી કેરળમાં પહોંચવાની આશા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે