ગુજરાત આગામી ત્રણ દિવસ તપી ઉઠશે, હવામાન ખાતાએ કરી આગાહી

ગુજરાત માટે હવે આકરા ગરમીના દિવસોની શરૂઆત થઈ ગઈ છે. 22 એપ્રિલથી ગુજરાતમાં આગ દઝાડતી ગરમી પડી રહી છે. ત્યારે ગુજરાતના મોટાભાગના શહેરનો પારો 43 ડિગ્રીએ પહોંચી ગયો છે. આ વચ્ચે હવામાન ખાતાએ હીટવેવની આગાહી કરી છે. 

ગુજરાત આગામી ત્રણ દિવસ તપી ઉઠશે, હવામાન ખાતાએ કરી આગાહી

મૌલિક ધામેચા/અમદાવાદ :ગુજરાત માટે હવે આકરા ગરમીના દિવસોની શરૂઆત થઈ ગઈ છે. 22 એપ્રિલથી ગુજરાતમાં આગ દઝાડતી ગરમી પડી રહી છે. ત્યારે ગુજરાતના મોટાભાગના શહેરનો પારો 43 ડિગ્રીએ પહોંચી ગયો છે. આ વચ્ચે હવામાન ખાતાએ હીટવેવની આગાહી કરી છે. 

ગુજરાતમાં ઉત્તર પશ્ચિમની દિશમાંથી પવન ફૂંકાયા છે, જેને પગલે રાજ્યમાં 26 થી 28 એપ્રિલ દરમિયાન હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલીમાં ગરમ પવન ફૂંકાશે. આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને 26 એપ્રિલ માટે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે આ આવનારા દિવસોમાં તાપમાન 43થી  44 સેલ્શિયસ ડિગ્રી પર પહોંચવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.

મતદાનના દિવસે 43 ડિગ્રી પારો રહ્યો
ગઈકાલે 23 એપ્રિલના રોજ મતદાન સમયે ગુજરાતવાસીઓએ 43 ડિગ્રી ગરમીના પારા વચ્ચે મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બપોર સુધી ઓછુ મતદાન નોંધાયું હતું. તો મહેસાણા અને ભરૂચમાં બે મતદાતાઓનુ મતદાન બૂથમાંથી બહાર નીકળ્યા બાદ મોત થયું હતુ. 

2019ની ચૂંટણીમાં 'નિર્ણાયક' કહેવાતી બેઠકો પર કેટલું થયું મતદાન? જુઓ રસપ્રદ આંકડા
 
આજે અરવલ્લીમાં 42 ડિગ્રી
અરવલ્લી જિલ્લામાં આજે 42 ડિગ્રી ટેમ્પરેચર નોંધાયું છે. ગરમીનો પારો 42 ડિગ્રીને પાર કરી જતા લોકો પરેશાન થયા છે. તો અન્ય શહેરોમાં પણ પારો 42 થી 43 ડિગ્રીની આસપાસ રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news