પ્રજાના ટેક્સના પૈસાનું પાણી કરતા સરકારી બાબુઓ! 2 વર્ષથી લોકાર્પણ વગર આરોગ્ય સેન્ટર ખાઈ રહ્યું છે ધૂળ
જિલ્લાના એક ગામમાં સરકારે લોકોને આરોગ્યની સુખાકારી માટે લાખોના ખર્ચે આરોગ્ય કેન્દ્ર બનાવી આપ્યું છે. કેન્દ્રને તમામ આધુનિક સુવિધાથી સજ્જ કર્યું છે. પરંતુ છેલ્લા બે વર્ષથી તેનું લોકાર્પણ કરવા કોઈ તૈયાર નથી.
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ: વિકસિત ગુજરાતમાં નઘરોળ તંત્ર કેવું કામ કરે છે તે જોવું હોય તો તમારે આણંદ જિલ્લામાં જવું પડે. જિલ્લાના એક ગામમાં સરકારે લોકોને આરોગ્યની સુખાકારી માટે લાખોના ખર્ચે આરોગ્ય કેન્દ્ર બનાવી આપ્યું છે. કેન્દ્રને તમામ આધુનિક સુવિધાથી સજ્જ કર્યું છે. પરંતુ છેલ્લા બે વર્ષથી તેનું લોકાર્પણ કરવા કોઈ તૈયાર નથી. નવું નક્કોર આ આરોગ્ય સેન્ટર ઉદ્ધાટન વીના શોભાનો ગાંઠિયો બનીને ઉભુ છે.
- નઘરોળ તંત્ર જોવું હોય તો આવો આણંદ
- ભરપુર નિંદ્રામાં છે આણંદ વહીવટી તંત્ર
- તૈયાર આરોગ્ય કેન્દ્રનું 2 વર્ષથી ઉદ્ધાટન નહીં
- લાખોના ખર્ચે બનેલું બિલ્ડીંગ બન્યું શોભાનો ગાંઠિયો
નવું નક્કોર અને સુંદર દેખાતું આ છે આણંદ જિલ્લાના બામણગામમાં આવેલું આરોગ્ય સબ સેન્ટર...બિલ્ડીંગને જોઈને તમને લાગશે કે આ તો થોડા સમય પહેલા જ બન્યું હશે. પરંતુ આ બન્યું તેને બે વર્ષનો સમય થઈ ગયો છે. સરકારે આ સેન્ટરમાં ફર્નિચરથી લઈ આરોગ્યની તમામ સુવિધા અને વીજ જોડાણ પણ આપેલું છે. બે વર્ષ વિત્યા છતાં પણ આ આરોગ્ય સબ સેન્ટરની બહાર લટકી રહ્યું છે મોટું ખંભાતી તાળુ...તંત્રના અધિકારીઓને આ તાળુ ખોલવામાં જાણે રસ જ નથી. અને તેના જ કારણે લોકોની સુખાકારી માટે બનેલું આ આરોગ્ય સબ સેન્ટર શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. હાલ કંપાઉન્ડમાં ગાંડા બાવળ ઊગી ગયા છે.
ઉદ્ધાટન વગરનું આરોગ્ય કેન્દ્ર
- 2 વર્ષથી તૈયાર આરોગ્ય સેન્ટરનું નથી થયું ઉદ્ધાટન
- નવું નક્કોર આરોગ્ય સેન્ટર થઈ જશે ભંગાર
- પ્રજાના ટેક્સના પૈસાનું પાણી કરતા સરકારી બાબુઓ
- લોકાર્પણ વગર આરોગ્ય સેન્ટર ખાઈ રહ્યું છે ધૂળ
- નેતા કે અધિકારીને લોકાર્પણ કરવાનો નથી ટાઈમ
આ આરોગ્ય સબ સેન્ટરનાં તબીબ સહિત આરોગ્ય સેવાઓ માટે મહેકમ પણ ફાળવી દેવામાં આવ્યો છે, પરંતુ આ મહેકમનો સ્ટાફ હાલમાં અન્ય જગ્યાએ પોતાની સેવાઓ આપી રહ્યા છે. પરંતુ અધિકારી કે નેતાઓને લોકાર્પણ કરવાનો ટાઈમ નથી. આરોગ્ય સેન્ટર ચાલુ ન હોવાને કારણે ગામ લોકોને આરોગ્યની સેવાઓ માટે બે કિલોમીટર દૂર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જવું પડે છે.
નિંદ્રાધીન તંત્ર ક્યારે જાગશે?
- તબીબ સહિત આરોગ્ય સેવાઓ માટે મહેકમ ફાળવી દેવામાં આવ્યો છે
- મહેકમનો સ્ટાફ હાલમાં અન્ય જગ્યાએ પોતાની સેવાઓ આપી રહ્યા છે
- અધિકારી કે નેતાઓને લોકાર્પણ કરવાનો ટાઈમ નથી
તંત્ર આયોજન વગર કેવું કામ કરે છે તેનું ઉત્તમ નમુનો પણ અહીં જોવા મળ્યો છે. જે સ્થળે આ આરોગ્ય સેન્ટર બનાવવામાં આવ્યું છે તે વેરાન વિસ્તાર છે. આરોગ્ય સેન્ટર સુધી પહોંચવા માટે પાકો રોડ પણ નથી. જે રોડ છે ધૂળિયો અને ખાડા-ટેકરાવાળો છે. એટલે કે જો કોઈ બિમાર પડે તો તેને સબ સેન્ટર સુધી સારવાર માટે લઈ જઈ શકાય તેમ નથી.
- તંત્રનું આયોજન વગરનું કામ
- જે સ્થળે આ આરોગ્ય સેન્ટર બનાવાયું તે વેરાન વિસ્તાર છે
- આરોગ્ય સેન્ટર સુધી પહોંચવા માટે પાકો રોડ પણ નથી
- જે રોડ છે ધૂળિયો અને ખાડા-ટેકરાવાળો છે
તો આ મામલે જ્યારે અમે આરોગ્ય અધિકારીનો સંપર્ક સાધ્યો તો તેમણે ટૂંક સમયમાં આરોગ્ય સેન્ટર શરૂ કરવાનું આશ્વાસન આપ્યું. સરકાર લોકોની સુખાકારી માટે લાખો-કરોડોનો ખર્ચ કરે છે. સુવિધા પણ આપે છે. પરંતુ સરકારના જ બાબુઓ હંમેશા AC ઓફિસમાં બેસીને મીઠી નિંદર માણતા હોવાથી પ્રજાના ટેક્સના પૈસા પાણીમાં વહી જાય છે. બામણગામનું આ આરોગ્ય સબ સેન્ટર તેનો ઉત્તમ નમુનો છે. જોવાનું રહેશે કે આ અહેવાલ બાદ તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે વહેલી તકે લોકાર્પણ કરે છે તે જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે