જ્વલ્લે જોવા મળતી ઘટના : રાજકોટ સિવિલમાં સગર્ભાએ ત્રણ બાળકોને આપ્યો જન્મ

જ્વલ્લે જોવા મળતી ઘટના : રાજકોટ સિવિલમાં સગર્ભાએ ત્રણ બાળકોને આપ્યો જન્મ
  • માતા સહિત ત્રણેય સંતાનોનું સ્વાસ્થ્ય સારું છે
  • સિવિલ હોસ્પિટલ તંત્રના ઓબ્ઝર્વેશન હેઠળ
  • પ્રેગ્નનન્સી દરમિયાન ભાગ્યે જ જોવા મળતી ઘટના રાજકોટમાં સર્જાઈ

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટના રાજકોટ સિવિલ હોસ્પિટલમા એક સાથે માતાએ ત્રણ બાળકોને જન્મ આપ્યો છે. પ્રેગ્નેનસી દરમિયાન ભાગ્યે જ જોવા મળતી ઘટના રાજકોટમાં સર્જાય છે. હાલ હોસ્પિટલ તંત્ર દ્વારા માતા અને ત્રણેય બાળકોને ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવ્યા છે. બે પુત્ર અને એક પુત્રીનો જન્મ થતા પરિવારની સાથે સિવિલ હોસ્પિટલના સ્ટાફમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 

શહેરના મોરબી રોડ પર આવેલા વેલનાથપરામા રહેતા અનિલ વાટિયાના પત્ની સીમાબેન વાટીયાને પ્રસુતિ પીડા ઉપડતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે તેને ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં એક પુત્રી અને બે પુત્રોને જન્મ આપ્યો હતો. ડોક્ટરના કેહવા મુજબ, હાલ ત્રણેય બાળકો અને માતાની તબિયત સ્વાસ્થ્ય છે. 

આ સફળ ડિલિવરી ડો. મનીષા પરમાર અને પ્રતીક દોશી દ્વારા કરવામા આવી હતી. તેમના કહેવા મુજબ આવી ઘટના ક્યારેક જ બનતી હોય છે. આમ, એક માતાની કૂખ ત્રણ સંતાનોથી ભરાતા પરિવાર પણ ખુશ થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news