હેડ ક્લાર્ક પેપર લીક કૌભાંડના તાર ખેડા સુધી અડ્યા, સંડોવણીમાં શાળાના આચાર્યનું નામ ખૂલ્યું

હેડ ક્લાર્ક પેપર લીક (head clerk paper leak) કૌભાંડના મૂળિયા વધુ ને વધુ ઉંડા ઉતરી રહ્યા છે. જેમ જેમ તપાસ આગળ વધી રહી છે, તેમ તેમ વધુ ને વધુ આરોપીઓ સામે આવી રહ્યાં છે. ત્યારે પેપરકાંડ (paper leak) ના તાર ઉત્તર ગુજરાતથી સીધા ખેડા જિલ્લા સુધી પહોંચ્યા છે. ખેડાના આચાર્યનું નામ પેપર લીક કૌભાંડ (head clerk exam) મા સામે આવ્યું છે. ખેડાના માતરમાં આવેલી કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પેશ ધનજીભાઈ પટેલનું નામ પેપર લીક કૌભાંડમાં ખૂલ્યુ છે. શંકાના આધારે પોલીસે શાળાના આચાર્ય કલ્પેશ પટેલની અટકાયત કરી છે. 
હેડ ક્લાર્ક પેપર લીક કૌભાંડના તાર ખેડા સુધી અડ્યા, સંડોવણીમાં શાળાના આચાર્યનું નામ ખૂલ્યું

નચિકેત મહેતા/ખેડા :હેડ ક્લાર્ક પેપર લીક (head clerk paper leak) કૌભાંડના મૂળિયા વધુ ને વધુ ઉંડા ઉતરી રહ્યા છે. જેમ જેમ તપાસ આગળ વધી રહી છે, તેમ તેમ વધુ ને વધુ આરોપીઓ સામે આવી રહ્યાં છે. ત્યારે પેપરકાંડ (paper leak) ના તાર ઉત્તર ગુજરાતથી સીધા ખેડા જિલ્લા સુધી પહોંચ્યા છે. ખેડાના આચાર્યનું નામ પેપર લીક કૌભાંડ (head clerk exam) મા સામે આવ્યું છે. ખેડાના માતરમાં આવેલી કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પેશ ધનજીભાઈ પટેલનું નામ પેપર લીક કૌભાંડમાં ખૂલ્યુ છે. શંકાના આધારે પોલીસે શાળાના આચાર્ય કલ્પેશ પટેલની અટકાયત કરી છે. 

અસિત વોરાના ઘરની બહાર વિરોધ પ્રદર્શન
હેડ ક્લાર્ક પેપરલીક કાંડમાં અંગે રાજ્યભરમાં કોંગ્રેસે (congress) ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. જેમાં અમદાવાદના મણીનગરમાં અસિત વોરા (Asit Vora) ના ઘરની બહાર નકલી ચલણી નોટનો વરસાદ કરી NSUI ના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. તો જામનગર DKV સર્કલ પાસે અસિત વોરાના પૂતળા પર નકલી ચલણી નોટનો વરસાદ કરી કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે ભાવનગરમાં NSUI, શહેર કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રસ્તા રોકી વિરોધ નોંધાવ્યો હતો. તો આણંદમાં ભીખ માગીને પેપરલીક કાંડ સામે અનોખી રીતે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જો કે વિરોધ નોંધાવતા અનેક સ્થળે કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી.

10 તારીખે ફૂટ્યુ હતું પેપર
ઉલ્લેખનીય છે કે, 88 હજાર ઉમેદવારોએ હેડ ક્લાર્કની પરીક્ષા આપી હતી અને 12 તારીખે લેવાયેલી પરીક્ષાનું પેપર 10 તારીખે ફોડવામાં આવ્યું હતું. જેના કારણે હવે રાજ્ય સરકાર બે દિવસમાં સત્તાવાર રીતે આ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે જણાવ્યું કે, પેપર કાંડના આરોપીઓને એવી સજા કરવામાં આવશે કે ભવિષ્યમાં કોઈ હિંમત ના કરે. જે રીતે દુષ્કર્મના કેસમાં ઝડપથી કેસ ચલાવવામાં આવે છે એ જ રીતે આ કેસમાં પણ ઝડપથી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને આરોપીઓને તેમના અપરાધની સજાના અંજામ સુધી પહોંચાડવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news