થઇ જાવ તૈયાર ! IPS હસમુખ પટેલે ટ્વીટ કરી કહ્યું, ટૂંક સમયમાં આવશે લોકરક્ષક ભરતીની જાહેરાત

રાજ્યમાં પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારોના માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે.   સરકારી નોકરીની આશાએ પોલીસ કોન્સ્ટેબલની ભરતીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે તેમના માટે આઇપીએસ અધિકારીએ ટ્વીટ કરી ખુશીના સમાચાર આપ્યા છે.

થઇ જાવ તૈયાર ! IPS હસમુખ પટેલે ટ્વીટ કરી કહ્યું,  ટૂંક સમયમાં આવશે લોકરક્ષક ભરતીની જાહેરાત

અમદાવાદ: રાજ્યમાં પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારોના માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે.   સરકારી નોકરીની આશાએ પોલીસ કોન્સ્ટેબલની ભરતીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે તેમના માટે આઇપીએસ અધિકારીએ ટ્વીટ કરી ખુશીના સમાચાર આપ્યા છે. તાજેતરમાં જ LRD (Gujarat Lokrakshak Dal recruitment) ભરતી બોર્ડના અધ્યક્ષ પદે IPS હસમુખ પટેલ (IPS Hasmukh Patel) ની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે ગુજરાત (Gujarat) માં 10,988 પોલીસની ભરતીને અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ટૂંક સમયમાં ભરતીની જાહેરાત થશે. 

આઈપીએસ હસમુખ પટેલે આજે એક ટ્વીટ કરીને લખ્યું છે કે, 31 માર્ચ 2021 પછી લાયક ઠરેલ ઉમેદવારોને પણ તક મળે તે હેતુથી પો.સ.ઇ ભરતી બોર્ડે તારીખ 20/10/21 અરજીઓ મંગાવેલ છે. https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d પર અરજી કરી શકાશે. લોકરક્ષક ભરતીની જાહેરાત પણ ટૂંક સમયમાં આપવામાં આવશે.

— Hasmukh Patel (@Hasmukhpatelips) October 12, 2021

આ પહેલાં પણ થોડા દિવસો પહેલા હસમુખ પટેલે એક ટ્વીટ કરીને લખ્યું હતું કે, "લોકરક્ષક ભરતીની જાહેરાત પૂર્વેની તૈયારીઓ ચાલી રહી છે. ટૂંક સમયમાં જાહેરાત આપવામાં આવશે ત્યારે સૌને જાણ થાય તે માટે પૂરતી પ્રસિદ્ધિ આપવામાં આવશે. દિવાળી પછી નવેમ્બરમાં શારીરિક કસોટી શરૂ થવાની શક્યતા છે.

હસમુખ પટેલ (IPS Hasmukh Patel) ના ટ્વીટ બાદ અનેક ઉમેદવારો LRD ભરતીને લઈને તેમના ટ્વીટ પર કૉમેન્ટ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ એલઆરડી (Gujarat Lokrakshak Dal recruitment) ની પરીક્ષામાં પેપર લીક અને મહિલા અનામત ઠરાવને લઈને વિવાદ સર્જાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news