ગુજરાતમાં ક્યારેય દારૂબંધી નહીં હટે, એના માટે બોર્ડર ક્રોસ કરવી પડશે: હર્ષ સંઘવી

હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાતમાંથી દારુબંધી ક્યારેય હટશે નહીં. ગુજરાતમાં લાંબા સમયથી સંસ્કૃતિ વારસો અને તેનું મૂલ્ય છે. ગુજરાતમાં દારૂબંધી હટાવવાનો નિર્ણય ક્યારેક નહિ આવે. જો કોઈ તેને ચુંટણી મુદ્દો બનાવે એ અલગ વાત છે. આના માટે બોડર ક્રોસ કરવી પડશે.

ગુજરાતમાં ક્યારેય દારૂબંધી નહીં હટે, એના માટે બોર્ડર ક્રોસ કરવી પડશે: હર્ષ સંઘવી

ગૌરવ પટેલ/અમદાવાદ: ચૂંટણીના વર્ષમાં ગુજરાતમાં દારુબંધી વિશે અનેક નિવેદનબાજી થઈ રહી છે. ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દારુબંધી અંગે નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાતમાંથી દારુબંધી ક્યારેય હટશે નહીં. ગુજરાતમાં લાંબા સમયથી સંસ્કૃતિ વારસો અને તેનું મૂલ્ય છે. ગુજરાતમાં દારૂબંધી હટાવવાનો નિર્ણય ક્યારેક નહિ આવે. જો કોઈ તેને ચુંટણી મુદ્દો બનાવે એ અલગ વાત છે. આના માટે બોડર ક્રોસ કરવી પડશે.

આજે એક ખાનગી કાર્યક્રમમાં હર્ષ સંઘવી દ્વારા YIના સભ્યોને નવરાત્રીનો લાભ લેવા નિમંત્રણ આપ્યું હતું. ત્યાં તેમણે જણાવ્યું હતું કે, જે લોકો ચુંટણી લડે છે તે રાજકિય નેતા છે. તમે જે ક્ષેત્રમાં છો તેના તમે નેતા છો. તમે રાજકારણને જેટલું ગંદુ ગણો છો એટલું નથી. 50 કર્મચારીના ઓફિસ અને પરિવારમાં પણ રાજકારણ હોય છે. જેટલું રાજકારણ કોર્પોરેટ ઓફિસમાં હોય છે એટલું ચૂંટણી વાળા રાજકારણમાં નથી. ૨૦૨૨ માં ચિપ કન્ડક્ટર પ્રોજેક્ટ ગુજરાતમાં આવ્યો.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પહેલા ગુજરાતના રસ્તા સારા હતા હવે આખા દેશના રસ્તા સારા છે. ગુજરાતના વેપારીઓ શાંતિથી વ્યવસાય કરી શકે છે. ગુજરાતે રોકાણનું સ્તર જાળવી રાખ્યું છે. હાલમાં સરકાર e fir પર કામ કરી રહી છે. ખાખી એ શોર્યનો કલર. સંઘવીએ ઉમેર્યું હતું કે, શી ટીમ માટે નવા ડ્રેસ માટે કામ ચાલી રહ્યું છે. પોલીસથી ડરવાની જરૂર નથી. દુનિયામાં કપડાં આધારે લોકો તમારી કપેસિટી નક્કી કરે છે. મે મારા ઘણા મિત્રો અને અન્ય પરિવારોને ડ્રગથી બરબાદ થતાં જોયા છે. 

નવી સરકાર બન્યા બાદ અમે તેના પર કડકાઈથી કામ કર્યું છે. ડ્રગ આજે ફેશન સ્ટેટસ બનતું જાય છે. પરંતુ બીજા દેશોની સરખામણીએ આપણા દેશની સ્થિતિ ગણી સારી છે. અમારી સરકારે ૭૫૨ ડ્રગ માફિયાને પકડ્યા છે. એક પણ ડ્રગ લેનાર ને અમે નથી પકડ્યો, એમની જિંદગી અમે બગાડવા માગતા નથી. લેવા વાળાને નહિ વેચનારને પકડ્યા છે. હું યુવાનો ને ડ્રગ્સ મુકત કરાવીશ, ગુજરાત હવે માત્ર ફાફડા જલેબી ખાવા વાળું રાજ્ય નથી અંહી થી ખેલાડી ઓ પણ બહાર આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news