માંડ 1 લાખની વસ્તી ધરાવતા તાલુકાએ કરી કોવિડ સેન્ટરની માંગ, ધરણા પર બેસ્યા લોકો

વધતા જતા કોરોના સંક્રમણને લઈ આરોગ્યલક્ષી સેવાઓ હારીજ તાલુકાને આપવા અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે. છતાં કોઈ નિર્ણય ન આવતા અંતે સ્થાનિક લોકો કોવિડ હોસ્પિટલની માંગને લઈ ધરણા પર બેસ્યા

માંડ 1 લાખની વસ્તી ધરાવતા તાલુકાએ કરી કોવિડ સેન્ટરની માંગ, ધરણા પર બેસ્યા લોકો

પ્રેમલ ત્રિવેદી/પાટણ :કોરોનાની બીજી લહેરમાં ટપોટપ થઈ રહેલા મોતને કારણે લોકોમાં ડર ભરાયો છે. આ જ કારણ છે કે, લોકો સ્વંયભૂ શિસ્ત જાળવી રહ્યાં છે. ગુજરાતના નાનકડા ગામો પણ હવે લોકડાઉનનું મહત્વ સમજી ગયા છે. કોરોનાના સંક્રમણને લઈને ગ્રામવાસીઓમાં ભય પેસી ગયો છે. તેથી હવે લોકો જાગૃત બની રહ્યાં છે. પાટણના નાનકડા એવા હારીજ તાલુકામાં વધતા કોરોના સંક્રમણને લઈ સ્થાનિક લોકો બેઠા ધરણા પર બેસ્યા છે. હારીજ તાલુકામાં ઓક્સિજન સાથે કોવિડ સેન્ટર શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. 

હારીજ તાલુકાના આગેવાનો મામલતદાર કચેરી ખાતે ઘરણા પર બેસ્યા હતા. વધતા જતા કોરોના સંક્રમણને લઈ આરોગ્યલક્ષી સેવાઓ હારીજ તાલુકાને આપવા અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે. છતાં કોઈ નિર્ણય ન આવતા અંતે સ્થાનિક લોકો કોવિડ હોસ્પિટલની માંગને લઈ ધરણા પર બેસ્યા હતા. 

No description available.

1 લાખની વસ્તી ધરાવતા તાલુકામાં સત્વરે કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી. હારીજ તાલુકામાં અત્યાર સુધી 450 થી વધુ કોરોના કેસ નોંધાયા છે. હારીજમાં સત્વરે ઓક્સિજન તેમજ વેન્ટિલેટર સાથેનું કોવિડ સેન્ટર શરૂ કરાય તેવી માંગ કરાઈ છે. ત્યારે પોલીસ પરવાનગી વગર ધરણા કરતા  અટકાયત કરાઈ હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news