હાર્દિક પટેલના ઉપવાસ : કોંગ્રેસના ધારાસભ્યોએ કરી મુલાકાત, આપી સોનેરી સલાહ VIDEO

 હાર્દિક પટેલના ઉપવાસના 18માં દિવસે કોંગ્રેસી ધારાસભ્યોએ હાર્દિકને પારણાં કરી લેવા માટે સમજાવવા પ્રયાસ કર્યો હતો. કોગ્રેસના લલિત વસોયા ,કિરીટ પટેલ ,આશા પટેલ અને પૂર્વ ધારાસભ્ય ડાહ્યાભાઇ પટેલ સહિતે મુલાકાત કરી હતી અને વાત કરી હતી. આ સભ્યોએ હાર્દિકને સમજાવ્યો હતો કે બહેરી મૂંગી આ સરકારને અહિંસક આંદોલનની અસર થતી નથી માટે ઉપવાસ છોડી દે અને પારણાં કરી લે. વધુમાં એમણે કહ્યું કે જો તો જીવીશ તો લડીશ અને લડીશ તો લોકોના મુદ્દાઓને ન્યાય મળશે. 

હાર્દિક પટેલના ઉપવાસ : કોંગ્રેસના ધારાસભ્યોએ કરી મુલાકાત, આપી સોનેરી સલાહ VIDEO

અમદાવાદહાર્દિક પટેલના ઉપવાસના 18માં દિવસે કોંગ્રેસી ધારાસભ્યોએ હાર્દિકને પારણાં કરી લેવા માટે સમજાવવા પ્રયાસ કર્યો હતો. કોગ્રેસના લલિત વસોયા ,કિરીટ પટેલ ,આશા પટેલ અને પૂર્વ ધારાસભ્ય ડાહ્યાભાઇ પટેલ સહિતે મુલાકાત કરી હતી અને વાત કરી હતી. આ સભ્યોએ હાર્દિકને સમજાવ્યો હતો કે બહેરી મૂંગી આ સરકારને અહિંસક આંદોલનની અસર થતી નથી માટે ઉપવાસ છોડી દે અને પારણાં કરી લે. વધુમાં એમણે કહ્યું કે જો તો જીવીશ તો લડીશ અને લડીશ તો લોકોના મુદ્દાઓને ન્યાય મળશે. 

લોકોના ન્યાય માટે પારણાં જરૂરી...
ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે કહ્યું કે, સમાજ માટે અને સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ એવા હાર્દિક પટેલને સમાજનું જન સમર્થન છે. તેઓ લડશે તો જરૂરથી જીતશે અને એટલા માટે જ એમણે જીવવું જરૂરી છે. આ સરકાર સરમુખત્યાર તો છે પરંતુ બહેરી અને મૂંગી પણ છે. આ સરકારને અહિંસક લડાઇની ખબર પડતી નથી. અમે ભાઇને સમજાવીએ છીએ કે જો તું આ અહિંસક આંદોલન પકડી રાખીશ તો આ સરકાર અંગ્રેજો કરતાં પણ જાય એવી છે એટલે કદાચ ન્યાય નહીં મળે. જો તું જીવીશ તો કંઇક લડીશ અને લડીશ તો લોકોના મુદ્દાઓને ન્યાય મળશે. 

સરકાર માનસિક રીતે ઘાયલ
હાર્દિકને સમજાવી પારણા કરાવવા માટે અમારી પર સમાજનું પણ દબાણ હોવાનો ઉલ્લેખ કરતાં આશાબેન પટેલે કહ્યું કે, ગાંધી બાપુને પણ અહિંસક લડતમાં તરત ન્યાય મળ્યો ન હતો. હાર્દિકભાઇની આ લડત લાંબી છે. પરંતુ ભાઇને સમાજ અને જન સમર્થન છે. પાટીદાર એકતાની તાકાતનું પરિણામ સરકારને મળી ગયું છે. સરકાર અંદરથી ફફડી ઉઠી છે. પરંતુ દેખાવ કંઇક અલગ કરી રહી છે. આ સરકાર માનસિક રીતે ઘાયલ થઇ છે. 

જીવશે એ લડશે...લડશે એ જીતશે
ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે,  સાથી ધારાસભ્યો અને પાસના નેતાઓ છેલ્લા ઘણા સમયથી હાર્દિકને પારણા કરવાનો પ્રયાસ કરીએ છીએ. અમે હાર્દિકને એના મંડપની અંદર લખેલું સુત્ર જે લડશે એ જીતશે... બતાવી કહ્યું છે કે, જે જીવશે એ લડશે...આજે જ મારા પર ફોન આવ્યો કે ઉત્તર ગુજરાતમાં ડીસામાં જે મીટીંગ થઇ એમાં સાધુ સંતોનો ઉપયોગ કરી ખેડૂતોએ ઉપવાસ ન કરવા જોઇએ એવું સંતોને હાથો બનાવી સરકાર વાત કરી રહી છે. સાજા થઇ તંદુરસ્ત થઇ ઉગ્રતાથી લડત આપવી પડશે.

સરકાર કંઇક અલગ જ ઇચ્છી રહી છે...
હરિશ રાવતે કહ્યું હતું કે હાર્દિક ઉપવાસને છોડીને ધરણા પ્રદર્શન અને પદયાત્રા જેવા રસ્તા અજમાવે કારણ કે સરકાર એવું ઇચ્છે છે કે હાર્દીકનું લીવર અને કિડની ખરાબ થાય અને આવનારા સમયમાં તે સંઘર્ષ ના કરી શકે. ગુજરાતના તમામ સમાજને અપીલ કરૂ છું કે તે આગળ આવે અને મંદિરની સાથે સાથે રસ્તા પર આવીને હાર્દિકનું સમર્થન કરે. હાર્દીકના મનમાં દુખ છે કે ઉપવાસ અંદોલનથી લોકોની વાચા પહોંચાડે પણ સરકારે તમને મંજૂરી ન આપી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news