રાજકીય રોજગારી મળ્યા બાદ પહેલીવાર ગુજરાતના બેરોજગારો વિશે બોલ્યા હાર્દિક પટેલ
ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સરકારના ઠરાવ મુજબ ખાનગી કંપનીઓમાં 75 ટકાથી વધુ રોજગારી માટે પ્રયાસ થતો હોય છે. અમદાવાદ જિલ્લામાં આવેલ સર વિસ્તારમાં ખાનગી કંપનીઓ રોજગાર મેળા કરી યુવાનોને મોટા પાયે રોજગારી આપવાનો પ્રયાસ કરે છે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ગૃહમાં બજેટ સત્રમાં હાલ વિવિધ પ્રશ્નોતરી પર ચર્ચા ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા નોકરીઓ અંગે આક્ષેપ કર્યો હતો. જેનો ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે જવાબ આપ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાના નોકરીઓ અંગે કરાયેલ આક્ષેપ અંગે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલનું નિવેદન સામે આવ્યું છે. એક સમયે ભાજપ સામે બેરોજગારીનો ઝંડો લઈને નીકળેલા હાર્દિક પટેલ ગુજરાતમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. રાજકીય રોજગારી મેળવ્યા બાદ પહેલીવાર ગુજરાતના બેરોજગારો વિશે વિધાનસભા ગૃહમાં બોલ્યા હતા.
ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સરકારના ઠરાવ મુજબ ખાનગી કંપનીઓમાં 75 ટકાથી વધુ રોજગારી માટે પ્રયાસ થતો હોય છે. અમદાવાદ જિલ્લામાં આવેલ સર વિસ્તારમાં ખાનગી કંપનીઓ રોજગાર મેળા કરી યુવાનોને મોટા પાયે રોજગારી આપવાનો પ્રયાસ કરે છે. કોંગ્રેસને ખબર નહિ હોય ITI ના યુવાનોની ખાનગી કંપનીઓ મુલાકાત લઈ નોકરી આપતા હોય છે. ખર્ચાઓ કરીને અભ્યાસ કરેલ યુવાનોને સરકારી નોકરી અને ખાનગી કંપનીઓમાં નોકરી મળી રહે એ માટે સરકાર પ્રયાસ કરી રહી છે.
હાર્દિકે ઉમેર્યું હતું કે, કોંગ્રેસ પાસે મુદ્દો નહિ હોવાને લઈ યુવાનો અને ખેડૂતોના મુદ્દાઓ ઉઠવાવનો પ્રયાસ કરતી હોય છે. જોકે, રાજકારણમાં આવેલા હાર્દિક પટેલની ઓળખ બેરોજગાર યુવક તરીકે થઈ હતી, જે પાટીદાર અનામત આંદોલનને લઈને ચર્ચામાં આવ્યા હતા. તે એક સાદા પરિવારમાંથી આવે છે, જે હંમેશા સાદગીભર્યું જીવન જીવે છે, પરંતુ હવે હાર્દિક પટેલની જીવનશૈલી બદલાઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ ગુજરાતના રાજકારણમાં એક મોટું નામ છે, જે પાટીદાર આંદોલન બાદ ચર્ચામાં આવ્યો હતો. તેમણે નવનિર્માણ સેનાની રચના કરી. બાદમાં 2019 માં કોંગ્રેસમાં જોડાયા પરંતુ તે જ વર્ષે કોંગ્રેસ નેતૃત્વ પર ગંભીર આરોપો લગાવીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં હાર્દિક પટેલે ઘણી ખ્યાતિ હાંસલ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે