હાર્દિક પટેલની કારે બાઇક ચાલકને લીધો અડફેટે, પોલીસને નિવેદન આપવાનો કર્યો ઇન્કાર
હાર્દિક પટેલની કારે રાજકોટ-ચોટીલા હાઇવે પર એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો. જ્યારે બાઇક સવારને ગંભીર ઇજા પહોંચી હતી. જેને લઇ બાઇક સવારને સારવાર અર્થે રાજકોટ હોસ્પિપટલમાં ખસેડવામાં આવ્યો છે.
Trending Photos
રક્ષિત પંડ્યા, રાજકોટ: પાસ નેતા હાર્દિક પટેલની કારે રાજકોટ-ચોટીલા હાઇવે પર એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો. જ્યારે બાઇક સવારને ગંભીર ઇજા પહોંચી હતી. જેને લઇ બાઇક સવારને સારવાર અર્થે રાજકોટ હોસ્પિપટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માતના પગલે પોલીસ ઘટના સ્થળ પુછપરછ હાથ ધરી હતી પરંતુ હાર્દિક પટેલે પોલીસને નિવેદન આપવાનો ઇન્કાર કર્યો હતો.
હાર્દિક પટેલને કોંગ્રેસમાં જવું કે નહીં તે અંગે ગુરૂવાર સાંજે પડધરીમાં પાસની કોર કમિટિની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાશે તે અંગે નિર્ણય લાવમાં આવ્યો હતો. ત્યારે આગામી 12મી તારીખે ગુજરાતમાં યોજાનારી કોંગ્રેસની CWCમાં રાહુલ ગાંધીની ઉપસ્થિતમાં હાર્દિક પટેલ કોંગ્રેસનો ખેસ પહેરશે. આ બેઠકમાં હાજરી આપ્યા બાદ હાર્દિક પટેલ અમદાવાદ પરત ફરી રહ્યો હતો. ત્યારે રાજકોટ ચોટીલા હાઇવે નજીક હાર્દિક પટેલની કારનો બાઇક ચાલક સાથે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસે સ્થળ પર પહોંચી ઘટના અંગે હાર્દિક પટેલ સહિત ડ્રાઇવનું નિવેદન લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હાર્દિક પટેલે નિવેદન આપવાનો ઇન્કરા કર્યો હતો. આ બાબતે હાર્દિક અને પોલીસ વચ્ચે બોલાચાલી થઇ હતી. અને હાર્દિકે પોલીસને કહ્યું હતું કે, ડ્રાઇવરનું જ નિવેદન હોય સાથે મારૂ નિવેદન ના હોય. ત્યારે પોલીસે કહ્યું કે તમે ખોટી દલિલ કરો છો અક્સમાત સમયે ગાડીમાં સવાર બધા લોકોના નિવેદન લેવા જરૂરી છે. જોકે બાદમાં ચોટીલના કોંગ્રેસ ધારાસભ્ય ઋત્વિજ મકવાણા સ્થળ પહોંતી ગયા હતા અને હાર્દિક પટેલને પરત જવા માટે કહી મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે