સમુદ્રની સફર કરનારા ગુજરાતીઓ માટે ખુશ ખબરી, આ સ્થળે પણ શરૂ થશે રો-રો ફેરી

ભરૂચના દહેજ અને ભાવનગરના ઘોઘા વચ્ચે રો-રો ફેરીની સફળ શરૂઆત થયા બાદ તેનો વિસ્તાર વધારવાની માંગ સતત થઇ રહી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ એ ઈચ્છી રહી છે કે, રસ્તા અને રેલ્વેની સાથે દરિયાનો પણ મુસાફરી માટે ઉપયોગ થાય, તેને જ ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર આ દિશામાં કામ કરી રહી છે. 

સમુદ્રની સફર કરનારા ગુજરાતીઓ માટે ખુશ ખબરી, આ સ્થળે પણ શરૂ થશે રો-રો ફેરી

તેજશ મોદી/સુરત: ભરૂચના દહેજ અને ભાવનગરના ઘોઘા વચ્ચે રો-રો ફેરીની સફળ શરૂઆત થયા બાદ તેનો વિસ્તાર વધારવાની માંગ સતત થઇ રહી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ એ ઈચ્છી રહી છે કે, રસ્તા અને રેલ્વેની સાથે દરિયાનો પણ મુસાફરી માટે ઉપયોગ થાય, તેને જ ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર આ દિશામાં કામ કરી રહી છે. 

ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા આ સંદર્ભે એક બેઠક થોડા દિવસ અગાઉ બોલાવવામાં આવી હતી. જેમાં રાજ્યના છ સ્થળો પર રો રો પેસેન્જર ફેરી શરુ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. હજીરા-ઘોઘા, જામનગર-મુન્દ્રા અને માંડવી-ઓખા વચ્ચે પેસેન્જર ફેરી શરુ કરવામાં આવશે. 67ગુજરાત મેરિટાઇમ બોર્ડની બેઠકમાં હાજર રહેલા પાંચ કંપનીઓના હોદ્દેદારોએ રો રો ફેરીમાં રસ દાખવ્યો હતો.

 

ગુજરાત મેરિટાઇમ બોર્ડ આગામી 29 જૂનના રોજ ફેરી માટે બીડ બહાર પાડી શકે છે. જેની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થતાં બે થી ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. મહત્વનું છે કે સુરતના હજીરા ખાતે ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા રો રો ફેરી માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભી કરવામાં આવ્યું છે. આ રો રો ફેરી સફળ થાય તો તેને મુંબઈ સુધી પણ લંબાવવામાં આવી તેવી શક્યતા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news