સૌરાષ્ટ્રનાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
Trending Photos
રાજકોટ : સૌરાષ્ટ્રમાં 2 દિવસનાં વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ ચાલુ કરી છે. ઉના, ગોંડલ,વીરપુર અને અમરેલીનાં અનેક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લાઓમાં વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
દીવમાં ધોધમાર
દીવમાં ધોધમાર વરસાદનાં કારણે વાતાવરણ ખુશનુમા થયું છે. મોટા ભાગનાં રસ્તાઓ પર નદીઓ વહેતી થઇ છે. સ્થાનિકોમાં પણ આહ્લાદક વાતાવરણના કારણે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમરેલીમાં ધોધમાર વરસાદ
અમરેલીનાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અમરેલીના બાબરા પંથકમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત રાજુલા સહિતનાં અનેક તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.
બોટાદ જિલ્લામાં પણ વરસાદ
બોટાદનાં ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગઢડા, બરવાળા સહિતનાં પંથકમાં વરસાદ શરૂ થયો હતો. બોટાદના સેંથળી નાગરપલ, ટાટમ, જોટીંગડા સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. બરવાળા, નાવડ, રોજીદ, કાપડીયાળી, બેલા સહિતનાં ગામોમાં વરાદ પડ્યો હતો.
રાજકોટ શહેર અને ગ્રામ્યમાં સારો વરસાદ
રાજકોટ ગ્રામ્યમાં ઉપલેટા, કોટસાંગાળી, ગોંડલ, જેતપુર, જસદણ, જામકંડોરણા, ધોરાજી અને લીધિયામાં 7થી 15 મી.મી વરસાદ પડ્યો હતો. જો કે સાર્વત્રીક વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. આ ઉપરાંત શહેરમાં પણ સતત ત્રીજા દિવસે વરસાદ નોંધાયો હતો. 150 ફુટ રિંગરોડ, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે