પિતાના અવસાન થવા છતા માત્ર અડધા દિવસમાં ફરજ પર હાજર 108નો બહાદુર જવાન

કોરોનાની મહામારી વચ્ચે હાલ ડોક્ટર્સ, પોલીસ, મેડિકલ સ્ટાફ, મીડિયા કર્મચારી સહિતનો સ્ટાફ પોતાનાં જીવના જોખમે પણ ફરજ નિભાવી રહ્યો છે. આવી જ એક ઘટના 108ના કર્મચારી સાથે બની હતી. રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા  108ના પોઇન્ટ પર EMT તરીકે ફરજ બજાવતા કિશભાઇ છાયાના પિતાનું અવસાન થયું હતું. જો કે અડધા જ દિવસમાં પોતાનાં પિતાની અંતિમવિધિ પુર્ણ કરીને તુરંત જ ફરજ પર હાજર થઇ ગયો હતો. આ યુવાનનું કહેવું છે કે, કોરોના સામેની જંગમાં મારૂ યોગદાન મહત્વનું છે.
પિતાના અવસાન થવા છતા માત્ર અડધા દિવસમાં ફરજ પર હાજર 108નો બહાદુર જવાન

રાજકોટ : કોરોનાની મહામારી વચ્ચે હાલ ડોક્ટર્સ, પોલીસ, મેડિકલ સ્ટાફ, મીડિયા કર્મચારી સહિતનો સ્ટાફ પોતાનાં જીવના જોખમે પણ ફરજ નિભાવી રહ્યો છે. આવી જ એક ઘટના 108ના કર્મચારી સાથે બની હતી. રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા  108ના પોઇન્ટ પર EMT તરીકે ફરજ બજાવતા કિશભાઇ છાયાના પિતાનું અવસાન થયું હતું. જો કે અડધા જ દિવસમાં પોતાનાં પિતાની અંતિમવિધિ પુર્ણ કરીને તુરંત જ ફરજ પર હાજર થઇ ગયો હતો. આ યુવાનનું કહેવું છે કે, કોરોના સામેની જંગમાં મારૂ યોગદાન મહત્વનું છે.

આ અંગે જણાવતા 108 તંત્રએ જણાવ્યું કે, કિશન છાયા નામનાં 108ના ઇએમટી તરીકે ફરજ બજાવતા યુવાનનું કામ ખુબ જ સરાહનીય રહ્યું. તેમનાં પિતાનું ગઇકાલે અવસાર થયું હતું. આથી તેણે જાણ કરતા બીજા સ્ટાફની વ્યવસ્થા કરી આપી હતી અને તેને રજા આપી હતી. જો કે તેણે પોતાની ફરજ અને હાલની કઠીન પરિસ્થિતીને ધ્યાને રાખી તેઓ માત્ર અડધા દિવસમાં પોતાના પિતાની અંતિમ વિધિ પુર્ણ કરીને પરત ફર્યા હતા.

10 દિવસની રજા હોવા છતા પણ સ્થિતીને જોતા કિશન છાયા તુરંત જ પોતાની ડ્યુટી પર હાજર થઇ ગયો હતો. તેના અનુસાર હાલ આ મહામારીમાં તેનું ફરજ પર હાજર થવું જરૂરી છે. આ ઉપરાંત જે ઘટના બનવાની હતી તે બની ચુકી છે. ત્યારે હવે તેનો શોક મનાવીને કોઇ અર્થ નથી. હાલની સ્થિતીમાં મારી હાજરી ઘર કરતા ફરજ પર વધારે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news