સ્ટાર્ટઅપમાં નિવેશ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા GUSEC ને 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ અપાઈ

 કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ આવેલ "સ્ટાર્ટઅપ ઇન્ડિયા" અંતર્ગત સીડ ફંડ સ્કીમમાં ગુજરાત યુનિવર્સિટીના જિયુસેકનું ચયન થયું છે. જેના કારણે જિયુસેક હવે પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ્સમાં સીડ ફંડનું રોકાણ કરી શકશે.

સ્ટાર્ટઅપમાં નિવેશ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા GUSEC ને 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ અપાઈ

અતુલ તિવારી, અમદાવાદ: કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ આવેલ "સ્ટાર્ટઅપ ઇન્ડિયા" અંતર્ગત સીડ ફંડ સ્કીમમાં ગુજરાત યુનિવર્સિટીના જિયુસેકનું ચયન થયું છે. જેના કારણે જિયુસેક હવે પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ્સમાં સીડ ફંડનું રોકાણ કરી શકશે. સ્ટાર્ટઅપ્સ આ સ્કીમ દ્વારા 50 લાખ રૂપિયા સુધીનું ફંડિંગ સપોર્ટ મેળવી શકશે. 

જેના માટે સમગ્ર પ્રક્રિયા ટૂંક સમયમાં જિયુસેક ખાતે શરૂ કરવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવવા માટે રસ ધરાવતા સ્ટાર્ટઅપ્સે ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરીને અરજી કરવાની રહેશે. 

ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા જિયુસેક દ્વારા સ્ટાર્ટઅપ્સને મેન્ટરશિપ, ફાઇનાન્સ, ખાનગી રોકાણો, લેબોરેટરી સપોર્ટ, પેટન્ટ સપોર્ટ, ઓફિસ સ્પેસ જેવા તમામ જરૂરી મદદ સાથે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના જિયુસેકને વિવિધ વૈશ્વિક, રાષ્ટ્રીય અને રાજ્ય સમર્થકો દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. 

ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, નીતિ આયોગ, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, યુનિસેફ, SSIP, ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ - ગુજરાત સાથે મળીને GUSEC જુદા જુદા સ્ટાર્ટઅપ્સ પર કામ કરી રહ્યું છે અને જુદા જુદા સ્ટારઅપ્સને મદદ કરાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news