Gujrat ના 30 જિલ્લામાં કોરોનાનો ભરડો, 14 હજારથી વધુ એક્ટિવ કેસ, ઓમિક્રોનનો એકપણ કેસ નહી

ગુજરાતમાં કોરોનાએ ફરી ચિંતાજનક સ્થિતિ ઉભી કરી દીધી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અધધધ રેકોર્ડ 4213 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 1 વ્યક્તિનું નિધન થયું છે. કોરોનાની સારવાર બાદ 860 લોકો સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનનો એકપણ કેસ પણ સામે આવ્યો નથી.

Gujrat ના 30 જિલ્લામાં કોરોનાનો ભરડો, 14 હજારથી વધુ એક્ટિવ કેસ, ઓમિક્રોનનો એકપણ કેસ નહી

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાએ ફરી ચિંતાજનક સ્થિતિ ઉભી કરી દીધી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અધધધ રેકોર્ડ 4213 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 1 વ્યક્તિનું નિધન થયું છે. કોરોનાની સારવાર બાદ 860 લોકો સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનનો એકપણ કેસ પણ સામે આવ્યો નથી. માત્ર અમદાવાદ શહેરમાં 1835 કેસ સામે આવ્યા છે. ગુજરાતના 30 જિલ્લામાં કેસ સામે આવ્યા છે. નવા કેસ સાથે ગુજરાતમાં કુલ સંક્રમિતોનો આંકડો 8 લાખ 44 હજાર 856 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 8 લાખ 20 હજાર 383 લોકો સાજા થયા છે. તો કોરોનાને લીધે 10127 લોકોના મૃત્યુ થયા છે. 

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1835, સુરત કોર્પોરેશનમાં 1105, વડોદરા કોર્પોરેશનમાં 103, રાજકોટ કોર્પોરેશનમાં 183, આણંદમાં 112, ખેડામાં 66, સુરતમાં 88, કચ્છમાં 77, ગાંધીનગર કોર્પોરેશનમાં 59, વલસાડમાં 58, નવસારીમાં 46, ભરૂચમાં 43, રાજકોટમાં 41, ભાવનગર કોર્પોરેશનમાં 38, ગાંધીનગરમાં 32, જામનગર કોર્પોરેશનમાં 32, જુનાગઢ કોર્પોરેશનમાં 30, અમદાવાદમાં 27, સાબરકાંઠામાં 23, મહેસાણામાં 22, દેવભૂમિ દ્રારકામાં 18, મોરબીમાં 18, પંચમહાલમાં 18, સુરેન્દ્રનગરમાં 17, અમરેલીમાં 16, દાહોદમાં 15, ગીર સોમનાથમાં 15, તાપીમાં 14, વડોદરામાં 13, બનાસકાંઠામાં 12, અરવલ્લીમાં 11, મહીસાગરમાં 7, નર્મદામાં 6, પોરબંદરમાં 5, છોટા ઉદેપુરમાં 3, જામનગરમાં 3, ભાવનગરમાં 2, અને જુનાગઢમાં 2 કેસ સામે આવ્યા છે. તાપીમાં એકનું મોત થયું છે. 

રાજ્યમાં ઓમિક્રોનના 50 કેસ
કોરોના સાથે રાજ્યમાં ઓમિક્રોનના કેસમાં પણ મોટો વધારો થયો છે. અમદાવાદ શહેરમાં ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 204 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધી 112 દર્દી ઓમિક્રોનને માત આપી ચુક્યા છે. 

રાજ્યમાં કોરોનાની સ્થિતિ 
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 14346 થઈ ગઈ છે. જેમાં 29 દર્દી વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી સારવાર બાદ 820383 લોકો સાજા થઈ ચુક્યા છે. જ્યારે કોરોનાને લીધે 10127 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે 5,01,409 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 9 કરોડ 23 લાખ 36 હજાર 392 વેક્સીનના ડોઝ આપી દેવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. ગુજરાતના રિકવરી રેટ 97.10 ટકા થઈ ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news