સરદારના નામવાળી યોજનાનું જેટલું ઊંચું નામ, એટલું ઊંચું કામ, છલકાઈ ગુજરાત સરકારની તિજોરી

ગુજરાતની લાઈફલાઈન સરદાર સરોવર નર્મદા ડેમે 11,000 કરોડ રૂપિયાની વીજળી પેદા કરી નાખી છે. તથા ડેમની જળ સપાટી 134 મીટર પહોંચી છે. ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 134 મીટર પાર કરી ગઈ છે અને હજુ પણ પાણીની આવક થઈ રહી છે.

સરદારના નામવાળી યોજનાનું જેટલું ઊંચું નામ, એટલું ઊંચું કામ, છલકાઈ ગુજરાત સરકારની તિજોરી

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 134 મીટર પાર કરી ગઈ છે અને હજુ પણ પાણીની આવક થઈ રહી છે. ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમ 85% ઉપર પાણીથી ભરેલો છે. તેવામાં વીજ મથકો પણ સતત ચલાવવામાં આવે છે. ત્યારે વીજ મથકોમાંથી કરોડો રૂપિયાની વીજળી પેદા થઈ રહી છે. આ અંગે વીજ વિભાગના અધિકારી એ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 1391 મિલિયન યુનિટ પેદા થઇ છે, જે 289 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ સાથે જ ગુજરાતની લાઈફલાઈન સરદાર સરોવર નર્મદા ડેમે 11,000 કરોડ રૂપિયાની વીજળી પેદા કરી નાખી છે.

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 134.00 મીટરે નોંધાઈ
સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 134.00 મીટરે નોંધાઈ છે. હાલ પાણીની સરેરાશ આવક 70,198 ક્યૂસેક થઈ રહી છે. જ્યારે ડેમના રિવરબેડ પાવર હાઉસ તબક્કાવાર ચલાવીને સાથે નર્મદા નદીમાં 17 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. કેનાલ હેડ પાવર હાઉસના પણ 5 ટરબાઈનો શરું કરવામાં આવ્યા અને નર્મદા કેનાલમાં 19,500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જે રાજ્ય ભરમાં ખેડૂતોને પાણી આપવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 4150 mcm લાઈવ સ્ટોરેજ પાણી છે.

જળ સપાટી 138.68 મીટર સુધી ભરાવાની શક્યતા
ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર નર્મદા ડેમ 80% ઉપર પાણીથી ભરેલો છે. તેવામાં વીજ મથકો પણ સતત ચલાવવામાં આવે છે. ત્યારે વીજ મથકોમાંથી કરોડો રૂપિયાની વીજળી પેદા થઈ રહી છે. ત્યારે આ અંગે વીજ વિભાગના અધિકારી સાથે વાત કરી હતી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે સરદાર સરોવર નર્મદા ડેમે 11,000 કરોડ રૂપિયાની વીજળી પેદા કરી નાખી છે.

સરદાર સરોવર નર્મદા ડેમ હજુ 80% ખાલી છે પરંતુ સંપૂર્ણ ભરાઈ જશે તેવી વકી દેખાઈ રહી છે. ત્યારે આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ પણ છે ત્યારે આ વખતે પણ નર્મદા ડેમ તેની મહત્તમ જળ સપાટી 138.68 મીટર સુધી ભરાય તેમ સંપૂર્ણ દેખાઈ રહ્યું છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news