ગુજરાતની અતિપવિત્ર યાત્રા, વેદો-પુરાણોમાં પણ જેને ગણાવાઇ છે દુ:ખ ભંજની યાત્રા
કોરોનાકાળમાં બે વર્ષ મોકુફ રહેલી સુપ્રસિદ્ધ યાત્રા ધામ અને શક્તિપીઠ એવા પાવાગઢ ખાતે ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતી પાવાગઢ પરિક્રમા યાત્રાનો કોરોના ગાઈડલાઈન સાથે આજથી શુભારંભ થયો છે. આ યાત્રાનો વાઘેશ્વરી માતાજી મંદિરથી સંતો, મહંતો,પરિક્રમા સમિતિ અને પદાધિકારીઓએ માતાજીના જય ઘોષ સાથે દેશ દુનિયા માંથી કોરોના મહામારી જલ્દી દુર થાય એવા સંકલ્પ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું. પરિક્રમા યાત્રામાં મોટી સંખ્યામાં ગુજરાતભરના ખૂણે ખૂણેથી માઇભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાયા છે.
Trending Photos
પાવાગઢ : કોરોનાકાળમાં બે વર્ષ મોકુફ રહેલી સુપ્રસિદ્ધ યાત્રા ધામ અને શક્તિપીઠ એવા પાવાગઢ ખાતે ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતી પાવાગઢ પરિક્રમા યાત્રાનો કોરોના ગાઈડલાઈન સાથે આજથી શુભારંભ થયો છે. આ યાત્રાનો વાઘેશ્વરી માતાજી મંદિરથી સંતો, મહંતો,પરિક્રમા સમિતિ અને પદાધિકારીઓએ માતાજીના જય ઘોષ સાથે દેશ દુનિયા માંથી કોરોના મહામારી જલ્દી દુર થાય એવા સંકલ્પ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું. પરિક્રમા યાત્રામાં મોટી સંખ્યામાં ગુજરાતભરના ખૂણે ખૂણેથી માઇભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાયા છે.
આ યાત્રા સાથે હિન્દૂ ધર્મ જાગરણ મંચ દ્વારા પંચમહાલ ધર્મ જાગરણ દિવસ તરીકે જાહેરાત કરી યાત્રાનું મહાત્મ્ય વધારી દીધું છે. પરિક્રમા યાત્રામાં નડિયાદથી આવેલા સંઘના માઇ ભક્ત મહાકાળી માતાજીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. જે આકર્ષણનો ભાગ બન્યા હતા. પરિક્રમા હિન્દૂ સંસ્કૃતિ ખુબ જ પવિત્ર યાત્રા માનવામાં આવે છે. શક્તિપીઠો અને યાત્રાધામોની પરિક્રમાનું વિશેષ મહત્વ રહેલું છે. અંદાજિત 700 થી વધુ વર્ષોથી ચાલતી પાવાગઢ પરિક્રમા કાળક્રમે સંજોગો અને પરિસ્થિતિઓને આધીન આ યાત્રા સુસુપ્ત અવસ્થામાં હતી.
જેને છ વર્ષથી પાવાગઢ પરિક્રમા સમિતિ જીવંત કરવામાં આવી છે. આજરોજ પાવાગઢના વાઘેશ્વરી મંદિરથી પગપાળા પરિક્રમાનું પ્રસ્થાન કરાવવા આવ્યું હતું. જેનું સમાપન યાત્રા પથમાં આવતા સ્થાનોના દર્શન કરી પાવાગઢ ડુંગર પર આવેલ નિજ મંદિર ખાતે થાય છે. ઐતિહાસિક મહત્વ ધરાવતી આ યાત્રાનો ઇતિહાસ કહે છે કે પાવાગઢના રાજવીઓ પણ આ પવિત્ર પરિક્રમામાં જોડાતા હતા.
પતિ પોતાની પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતો હતો, પત્નીએ ગર્લફ્રેન્ડની માતા સાથે શરૂ કર્યું એવું કામ...
પરિક્રમા બાદ નિજ મંદિરે દર્શન કરવાનું વિશેષ મહત્વ છે. આજથી પ્રારંભ થયેલી પાવાગઢની 44 કીમીની પગપાળા યાત્રામાં મોટી સંખ્યામાં આસ્થાળુઓ જોડાયા હતા. પંચમહાલ જિલ્લાના સંતો મહંતો, હાલોલના હાલના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમાર સહીત અગ્રણી સાધુ સંતોગણ તેમજ સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલ યાત્રિકો અને સ્થાનિક લોકો એ ભાગ લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે