સરકારી શાળાના વિદ્યાર્થીઓ 100 દિવસ સુધી 1 કલાક મોટેથી વાંચશે, જાણો કેમ

રાજ્યની સરકારી પ્રાથમિક શાળા (Government Schools) ના ધોરણ 3 થી 8 માં અભ્યાસ કરતા બાળકો હવે 100 દિવસ સુધી દરરોજ એક કલાક મોટેથી વાંચશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજથી વાંચે અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યનું શિક્ષણ વિભાગે મોટેથી બોલાવવાના (Reading) આ નિર્ણય વિશે જણાવ્યું કે, ગુજરાતમાં 80 ટકા જેટલા વિદ્યાર્થીઓને ગુજરાતી વિષયમાં જ 5૦ ટકાથી ઓછા માર્ક મળે છે. એટલે જ ગુજરાતી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની ગુણવત્તા નબળી જોવા મળી છે. તમામ વિષયોનો પાયો મજબૂત કરવા રાજ્ય સરકારે વૈજ્ઞાનિક સાથે શિક્ષણ આપવા આ નવતર પ્રયોગ કર્યો છે.

સરકારી શાળાના વિદ્યાર્થીઓ 100 દિવસ સુધી 1 કલાક મોટેથી વાંચશે, જાણો કેમ

હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્યની સરકારી પ્રાથમિક શાળા (Government Schools) ના ધોરણ 3 થી 8 માં અભ્યાસ કરતા બાળકો હવે 100 દિવસ સુધી દરરોજ એક કલાક મોટેથી વાંચશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજથી વાંચે અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યનું શિક્ષણ વિભાગે મોટેથી બોલાવવાના (Reading) આ નિર્ણય વિશે જણાવ્યું કે, ગુજરાતમાં 80 ટકા જેટલા વિદ્યાર્થીઓને ગુજરાતી વિષયમાં જ 5૦ ટકાથી ઓછા માર્ક મળે છે. એટલે જ ગુજરાતી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની ગુણવત્તા નબળી જોવા મળી છે. તમામ વિષયોનો પાયો મજબૂત કરવા રાજ્ય સરકારે વૈજ્ઞાનિક સાથે શિક્ષણ આપવા આ નવતર પ્રયોગ કર્યો છે.

પ્રાથમિક શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવે જણાવ્યું કે, ભાષાદીપ નામના પુસ્તક દ્વારા 16 સપ્તાહનો સિલેબસ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ કેવી રીતે મોટેથી વાત છે તેનો અભ્યાસક્રમ નક્કી કરવામાં આવ્યો છે. સરકારી શાળાના 40 લાખ વિદ્યાર્થીઓને આ અભ્યાસક્રમ અંતર્ગત આવરી લેવામાં આવશે. અને નજીકના એક બે મહિનામાં રાજ્યની સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં પણ આ પ્રકારે શિક્ષણ સુધારવા માટે લાગુ કરવામાં આવશે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news