GujaratLocalBodyPolls: ભાજપના ભવ્ય વિજય બાદ અમિત શાહ અને જેપી નડ્ડાએ ગુજરાતની જનતાનો આભાર માન્યો

જીત બાદ ભારતીય જનતા પાર્ટીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (amit shah), પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કરીને ગુજરાતની જનતાનો આભાર માન્યો છે.

GujaratLocalBodyPolls: ભાજપના ભવ્ય વિજય બાદ અમિત શાહ અને જેપી નડ્ડાએ ગુજરાતની જનતાનો આભાર માન્યો

અમદાવાદઃ ગુજરાતમાં યોજાયેલી છ મહાનગર પાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. અહીં ભારતીય જનતા પાર્ટીએ (BJP) ફરી એકવાર સાબિત કરી દીધુ કે ગુજરાતને શા માટે ભગવાનો ગઢ કહેવામાં આવે છે. ભાજપે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર કોર્પોરેશનમાં મોટી બહુમતીથી વિજય મેળવી ફરી સત્તા કબજે કરી છે. આ જીત બાદ ભારતીય જનતા પાર્ટીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (amit shah), પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કરીને ગુજરાતની જનતાનો આભાર માન્યો છે.

છ મનપામાં ભાજપનો ભગવો, કોંગ્રેસનો સફાયો
ભાજપે રાજકોટની 72 બેઠકોમાંથી 68 પર જીત મેળવી છે. તો જામનગરમાં 64 સીટોમાંથી 50 જીતી છે. ભાવનગરમાં ભાજપે 44 સીટો કબજે કરી છે. વડોદરામાં ભાજપના ખાતામાં 63 સીટ આવી છે. આમ છ મહાનગર પાલિકા ભાજપે ફરી જીતીને પોતાનો ગઢ જાળવી રાખ્યો છે. ભાજપના કાર્યકર્તાઓ આ જીતનો શ્રેય નરેન્દ્ર મોદીને આપી રહ્યા છે. 

અમિત શાહે ગુજરાતની જનતાનો માન્યો આભાર
ગૃહ મંત્રી અમિત શાહ (Amit shah) એ ટ્વીટ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત પર જનતાનો આભાર વ્યક્ત કર્યો છે. શાહે ટ્વીટ કરી કહ્યુ, 'મહાનગરોની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના વિકાસ અને પ્રગતિના પ્રતીક પર વિશ્વાસ મુકવા બદલ ગુજરાતની જનતાનો દિલથી આભાર.' 

— Amit Shah (@AmitShah) February 23, 2021

— Amit Shah (@AmitShah) February 23, 2021

જેપી નડ્ડાએ પણ અભિનંદન આપ્યા
છ મહાનગર પાલિકામાં પાર્ટીની જીત બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કરીને ગુજરાતની જનતાનો આભાર માન્યો છે. નડ્ડાએ કહ્યુ કે, આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કામ પર જનતાને અતૂટ વિશ્વાસ છે. તેમણે આ જીત માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પાર્ટી અધ્યક્ષ પાટીલને પણ અભિનંદન આપ્યા હતા. 

— Jagat Prakash Nadda (@JPNadda) February 23, 2021

— Jagat Prakash Nadda (@JPNadda) February 23, 2021

ભવ્ય જીત બદલ મુખ્યમંત્રીએ ટ્વીટ કરી 
જીત બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) એ ગુજરાતની જનતાનો આભાર માન્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, સમગ્ર 6 મહાનગરોના મતદારોનો આભાર માનું છું. આ ચૂંટણીમાં સખત પરિશ્રમ કરનારા ભાજપાના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે, ભાજપામાં મૂકેલા વિશ્વાસને ભાજપા એળે જવા દેશે નહિ. આવનારા દિવસોમાં 6 મહાનગરપાલિકાઓના વિકાસ માટે સરકાર કોઇ કચાશ રાખશે નહિ. વર્ષોથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીને શહેરના વિકાસની જવાબદારી સોંપીને ગુજરાતની જનતાએ રાજકીય વિશ્લેષણ કરનારા લોકોને એન્ટી ઇન્કમ્બન્સી શબ્દ ગુજરાતને લાગુ જ ના પડતો હોય એવો અભ્યાસ કરવા માટેનો વિષય ગુજરાતની જનતાએ વિજય અપાવીને બનાવ્યો છે. 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય એ ગુજરાતની જનતાનો વિજય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ વિકાસની રાજનીતિનો ભવ્ય વિજય છે. વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીના ગુજરાતે ભવ્ય વિજય અપાવીને, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એ ફરી વખત સાબિત કર્યું છે. 

— Vijay Rupani (@vijayrupanibjp) February 23, 2021

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news