ગુજરાતીઓ સાચવજો! ઈ-મેમો ભરવા જતાં ક્યાંક છેતરાઈ ન જતાં, ટ્રાફિક વિભાગે કર્યો ખુલાસો

અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ અનેક લોકોને તેમના ઈ-મેમો બાકી છે એવો મેસેજ, ફોન કોલ કે whatsapp કોલ આવી રહ્યા છે. જેને લઈને લોકો પોલીસ વિભાગ કે ટ્રાફિક વિભાગ તરફથી ઈ મેમો ભરવા માટે ફોન કોલ આવ્યો હોવાનું સમજી અને પોતાનો ઈ મેમો ભરતા હોય છે.

ગુજરાતીઓ સાચવજો! ઈ-મેમો ભરવા જતાં ક્યાંક છેતરાઈ ન જતાં, ટ્રાફિક વિભાગે કર્યો ખુલાસો

ઉદય રંજન/અમદાવાદ: જો તમારા વાહનનો ઈ મેમો ભરવાનો બાકી હોય અને તમને કોઈ મેસેજ કે ફોન આવે તો ચેતી જજો. કદાચ આ મેસેજ કે ફોન તમને છેતરવા માટે સાયબર ગઠિયા ઓનો નવો કિમીયો પણ હોઈ શકે છે. રાજ્યમાં અનેક લોકોને હાલ ઈ મેમો ભરવા માટે મેસેજ અને ફોન આવી રહ્યા છે અને તેના માટે સાઇબર ગઠીયાઓએ ખોટી વેબસાઈટ પણ બનાવી દીધી છે. તો શું છે સમગ્ર મામલો અને કઈ રીતે લોકો સાથે ઈ મેમોના નામે છેતરપિંડી કરવામાં આવે છે?

અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ અનેક લોકોને તેમના ઈ-મેમો બાકી છે એવો મેસેજ, ફોન કોલ કે whatsapp કોલ આવી રહ્યા છે. જેને લઈને લોકો પોલીસ વિભાગ કે ટ્રાફિક વિભાગ તરફથી ઈ મેમો ભરવા માટે ફોન કોલ આવ્યો હોવાનું સમજી અને પોતાનો ઈ મેમો ભરતા હોય છે. પરંતુ તે ઈ મેમો ઓરીજનલ રીતે ભરાતા નથી કેમકે સાયબર ગઠિયાઓએ ઈ ચલણની એક ડુપ્લીકેટ વેબસાઈટ બનાવી છે. આ વેબસાઈટની લીંક સાઇબર ગઠિયાઓ જેમના ઈ મેમો બાકી છે, તેમને મોકલે છે અને તે જ વેબસાઈટની લિંક પર ઈ મેમો ભરવાનું કહે છે. જેથી જ્યારે પણ વાહન ચાલકો ઈ મેમો ભરે છે ત્યારે હકીકતે તેમનો ઈ મેમો ભરાયો હોતો નથી. પરંતુ આ સાયબર ગઠિયાઓ પાસે ઈ-મેમોના પૈસા પહોંચી જાય છે.

જે રીતે ઇ ચલણ મામલે લોકોને છેતરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. જે ટ્રાફિક વિભાગને ધ્યાન પર આવતાં ટ્રાફિક વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કોઈ પણ ઈ મેમો જનરેટ થાય ત્યારે જ ફક્ત વાહન ચાલકના રજીસ્ટર નંબર પર મેસેજ દ્વારા જાણ કરવામાં આવે છે. જોકે સાઇબર ગઠિયાઓ ઈ મેમો બાકી હોય તેવા લોકોને ફોન કોલ કે મેસેજ કરી તેનો ઈ મેમો ભરવા કહે છેઅને મેસેજ દ્વારા એક લિંક મોકલીને તેમાં ઈ-મેમોની રકમ ભરવા જણાવે છે. 

સાઇબર ગઠીયા દ્વારા મોકલેલ આ લીંક ખોટી વેબ સાઈડની હોય છે કે જેમાં કોઈ વાહન ચાલક ઈ મેમો ભરે છે તો તેની રકમ સાઇબર ગઠિયાઓ પાસે પહોંચી જાય છે. ટ્રાફિક વિભાગે જણાવ્યું છે કે, ઈ મેમો ભરવા માટે ઓફિસિયલ વેબસાઈટ echallan.parivahan.gov.in છે. જોકે સાઇબર ગઠિયાઓએ તેના જેવી જ echallanparivahan.in નામની વેબસાઇટ બનાવી છે જેનાથી લોકોને છેતરવામાં આવી રહ્યા છે.

હાલ તો ટ્રાફિક પોલીસ દ્વારા સાયબર ક્રાઈમનો સંપર્ક કરવામાં આવ્યો છે અને ખોટી વેબસાઈટ બનાવી લોકો પાસે પૈસા પડાવતા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આરોપીઓ પકડાઈ ત્યાં સુધીના રાજ્યના કેટલાક લોકો ખોટા ઈ મેમોને લઈને સાયબર ફ્રોડનો શિકાર બન્યા હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news