ભક્તોની આસ્થા પર ઉર્વશીએ મીઠું ભભરાવ્યું : જ્યોર્તિનાથ મહારાજે કહ્યું કે, માતા-પિતાએ તેને સારા સંસ્કાર આપવા જોઈતા હતા
Urvashi Solanki Controversial Statement : નવરાત્રિને લવરાત્રિ ગણાવનાર કલાકાર ઉર્વશી સોલંકીએ માફી માગવાના બદલે હિંદુ સંગઠનોને સલાહ આપી,,,સેટિંગ માટે વેલેન્ટાઈન કરતાં નવરાત્રિમાં રાહ જોવાતી હોવાનો બફાટ ઉર્વશીએ કર્યો હતો...તેણે કહ્યું હતું કે મારી વાણી પર મને કોઈ અફસોસ નથી
Trending Photos
Navratri 2023 : નવરાત્રિને લવરાત્રિ ગણાવનારી મુંબઈની વિવાદિત કલાકાર ઉર્વશી સોલંકીએ માફી માગવાના બદલે ફરીથી એક નવો વિવાદ છેડ્યો છે. જી હા,,, નડિયાદમાં નવરાત્રિમાં વિવાદિત વાણીથી વિવાદ છેડનારી ઉર્વશી સોલંકીએ પોતાના બફાટ બદલ માફી માગવાનો ઈનકાર કર્યો છે. એટલું જ નહીં તેણે સુરેન્દ્રનગરના જગવિખ્યાત તરણેતરના મેળાને પરણેતરનો મેળો ગણાવીને વધુ એક વિવાદ ઊભો કર્યો છે. નડિયાદમાં નવરાત્રિ દરમિયાન ઉર્વશીએ કહ્યું હતું કે યુવક-યુવતીઓને સેટિંગ માટે વેલેન્ટાઈન કરતાં નવરાત્રિ વધારે સારી છે. અને જો તમે 9 દિવસ ગરબા રમ્યા પછી એકલા જ રહી જાઓ તો સમજવાનું કે તમે માત્ર ગરબા જ રમ્યા છો. સાથે જ ઉર્વશીએ પ્રેમની અભિવ્યક્તિ માટે વેલેન્ટાઈન ડેને બદલે નવરાત્રિ વધુ યોગ્ય હોવાનું કહીને વધારે મોટો વિવાદ સર્જ્યો હતો. પરંતુ ઉર્વશી સોલંકીએ પોતાના બફાટ પર બિનશરતી માફી માગવાના બદલે તેને યોગ્ય ગણાવ્યોછે .
એટલું જ નહીં, માતાજીના ભક્તોની આસ્થા પર ઉર્વશીએ મીઠું ભભરાવ્યું છે. માફી માગવાના બદલે ઉર્વશીએ માઈભક્તોની લાગણીને છંછેડતાં મામલો વધુ ગરમાયો છે. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે ઉર્વશી સોલંકીને માફી માગવાનું અલ્ટિમેટમ આપ્યું હતું પરંતુ ઉર્વશી સોલંકી માફી માગવાનો જ ઈનકાર કરી દીધો છે.
તો બીજી તરફ, ઉર્વશી સોંલકીએ નવરાત્રિમા આપેલા નિવેદન મુદ્દે સાધુ સમાજમા રોષે ભરાયો છે. ભારતી આશ્રમના ઈન્દ્રભારતી બાપુ કહ્યુ કે, કલાકારો આવા નિવેદન ન કરવા જોઇએ. આજકાલના કલાકારો મનફાવે અને મનઘંડત વાતો કરે છે. સસ્તી લોકપ્રિયતા માટે આવા પ્રકારના નિવેદન થઇ રહ્યા છે. સનાતન ધર્મ પર આવા પ્રકારના નિવેદન યોગ્ય નથી. નવરાત્રિ આધ્યમિક પર્વ છે, તમે એનો છિછોરો મતલબ કર્યો.
ઉર્વશી સોલંકી દ્વારા તરણેતર ના મેળાને લઈ વિવાદિત નિવેદન મામલે જ્યોર્તિનાથ મહારાજે કહ્યું કે, ઉર્વશી સોલંકીના માતા-પિતાએ તેને સારા સંસ્કાર આપવા જોઈતા હતા. તેથી તે આવા નિવેદન કરે છે. ઉર્વશી સોલંકી સસ્તી પ્રસિદ્ધિ માટે પણ આવા નિવેદન કરતી હશે. સરકારે આવા લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ. ઉર્વશી સોલંકીએ ગરબામાં જે નિવેદન આપ્યું તેના પર તે અડગ છે જે બતાવે છે કે તે નફ્ફટ છે.
ઉર્વશી સોલંકીએ શું નિવેદન આપ્યું હતું
ઉર્વશી સોલંકીનો વિવાદિત વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નડિયાદમાં ઉર્વશી સોલંકીએ નવરાત્રિમાં સ્ટેજ પરથી એક નિવેદન આપ્યું છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, હું મુંબઈમાં રહું છું. પણ ગરબા આવે એટલે ગુજરાતીઓ ગાંડા થઈ જાય છે. ગુજરાતમાં આવો તો ખ્યાલ આવે કે પાગલપન શું છે? ગુજરાતમાં કોઈ છોકરીને આઈ લવ યુ કહેવુ હોય તો વેલેંન્ટાઈન નહી નવરાત્રિની રાહ જોઈએ છીએ. રાઈટ.... જે લોકો 9 દિવસમાં પણ સેટિંગ ના કરી શક્યા, તો તમે ખાલી ગરબા જ રમ્યા કહેવાય. ઘણાં એવા હશે જેમને 9 દિવસ સેટિંગ નહી થયું હોય તે તેઓ આવતી નવરાત્રિની રાહ જોશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે