વિદેશ જવાની તૈયારી કરતા ગુજરાતીઓ સૌથી પહેલા આ સમાચાર જાણી લો... પછી ના કહેતા આવું થયું

વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને કેનેડા, યુ.એસએ સહિત અન્ય દેશોમાં સ્ટૂડન્ટ વિઝા અને વર્ક પરમીટ વિઝા અપાવવાનું કહી અનેક વિદ્યાર્થીઓ સાથે 1 કરોડ 58 લાખ 43 હજારની છેતરપિંડી આચરી ફરાર થઈ ગયો હતો

વિદેશ જવાની તૈયારી કરતા ગુજરાતીઓ સૌથી પહેલા આ સમાચાર જાણી લો... પછી ના કહેતા આવું થયું

ઉદય રંજન, અમદાવાદ: વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ ચેતજો. કેમ કે ફરી એક વખત વિદેશના વિઝા આપવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ અમદાવાદના નવરંગપુરા પોલીસ મથકમાં નોંધાતા બે ઠગબજોને પોલીસે ઝડપી પાડયા છે. કોણ છે આ વિદ્યાર્થીઓને ઠગાનાર ઠગાબજ એવો જોઈએ આ અહેવાલમાં...

નવરંગપુરા પોલીસની કસ્ટડીમાં ઉભેલા આરોપીઓના નામ છે અનત સુથાર અને રવિ સુથાર આમ તો બંને આરોપીઓ પિત્રાઈ ભાઈ છે અને બંને આરોપીઓએ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ સીજી રોડ ખાતેના ચંદન કોમ્પલેક્ષમાં ટ્રાવેલ એજ્યુકેશન નામથી વિઝા કન્સલ્ટિંગની ઓફિસ ખોલી હતી.

(ટ્રાવેલ એજ્યુકેશન નામથી વિઝા કન્સલ્ટિંગની ઓફિસ ચલાવનાર આરોપી અનત સુથાર અને રવિ સુથાર)

વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને કેનેડા, યુ.એસએ સહિત અન્ય દેશોમાં સ્ટૂડન્ટ વિઝા અને વર્ક પરમીટ વિઝા અપાવવાનું કહી અનેક વિદ્યાર્થીઓ સાથે 1 કરોડ 58 લાખ 43 હજારની છેતરપિંડી આચરી ફરાર થઈ ગયો હતો. જોકે, નવરંગપુરા પોલીસે વિદ્યાર્થીની છેતરપિંડીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

આરોપીઓએ વર્ષ 2019 માં ટ્રાવેલ એજ્યુકેશન નામની ઓફિસ ખોલી વિદેશમાં વિદ્યાર્થીઓને વર્ક પરમીટ, સ્ટૂડન્ટ વિઝા અને ટુર વિઝા આપવાનો દાવો કરી 1 વિદ્યાર્થી પાસેથી લાખો રૂપિયા ખંખેર્યા હતા. જોકે, વર્ક પરમીટ વિઝા, સ્ટુડન્ટ વિઝા અને ટૂર વિઝા ન આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી ટ્રાવેલ એજ્યુકેશનની ઓફિસના વર્ષ 2022 માં પાટિયા પાડી ફરાર થઈ ગયા હતા.

ત્યારે વારંવાર વિદ્યાર્થીઓ આરોપીઓની ઓફિસ ખાતે ધક્કા ખાઈ કંટાળતા અંતે નવરંગપુરા પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા અને આરોપીઓ વિરૂધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ હાલ એ તપાસ કરી રહી છે આ બંને આરોપી પિત્રાઈ ભાઈઓએ કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે અને કેટલા રૂપિયાનું ફુલેકું ફેરવ્યું છે તે અંગે ની તપાસ કરી રહી છે ત્યારે પોલીસ પણ અપીલ કરી રહી છે કે આવા લેભાગુ તત્વો થી દુર રહેવું ચકાસણી કર્યા બાદ જ આવા એજન્ટો નો સંપર્ક કરી પૈસા ની આપ લે કરવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news