કેનેડામાં ગુજરાતીઓના વળતા પાણી! ભારત રિટર્ન આવી રહ્યાં છે વિદ્યાર્થીઓ, આ છે કારણો
Canada Dream Jobs : મોંઘવારી, નોકરી અને રહેવાની અછતના કારણે કેનેડામાં કફોડી બની ગુજરાતીઓની સ્થિતિ. સૌથી વધુ તકલીફમાં છે વિદ્યાર્થીઓ. જાણો ઓવરઓલ અત્યારે શું છે કેનેડામાં ગુજરાતીઓની પરિસ્થિતિ.... નોકરીઓનાં ફાંફા વચ્ચે હવે ગુજરાતીઓ રિટર્ન થઈ રહ્યાં છે.
Trending Photos
Canada Jobs: ઉચ્ચ અભ્યાસ અને પૈસા કમાવવા માટે ભારતીયોમાં કેનેડાની હોડ લાગેલી રહે છે. એમાંય ખાસ કરીને ગુજરાતીઓ તો ભારે રૂપિયા ખર્ચીને કેનેડા અને અમેરિકા ઉપડી રહ્યાં છે. પણ હવે સ્થિતિ બદલાઈ છે. કેનેડા ગયેલાં ગુજરાતીઓની હાલત હાલ ખરાબ થઈ રહી છે. ખાસ કરીને અહીંથી અભ્યાસ અર્થે કેનેડા ગયેલાં ગુજરાતીઓની સ્થિતિ વધુ કથળી રહી છે. એ જ કારણ છેકે, હવે અહીંથી ગયેલાં ગુજરાતીઓનું રિવર્સ માઈગ્રેશન શરૂ થઈ ગયું છે. કેનેડા હવે પહેલાં જેવું રહ્યું નથી. અહીં શરૂ થયેલી સમસ્યાઓને કારણે ઘણા છાત્રો હવે કેનેડા જવાનું માંડી વાળી રહ્યાં છે. કેનેડામાં રહેવાની અને કમાવવાની સૌથી મોટી સમસ્યા હાલમાં છે. હવે કેનેડામાં જતા પહેલાં તમે 10 વાર વિચાર કરશો. લોકો રિટર્ન આવવા માગે છે પણ લાખોનું દેવું કરીને વિદેશ ગયા હોવાથી ઘરે કંઈ રીતે રીટર્ન આવવું એ મુશ્કેલીમાં છે.
મકાનોની અછત : કેનેડામાં અત્યારે ૩,૪૫,૦૦૦ મકાનોની અછત સામે નવા વિદ્યાર્થીઓમાં ૩૦ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. હાલ તો સાવ મશીન જેવા થઈ ગયા છીએ. જેવું વીડિયોમાં જોયું હતું એવું જ કેનેડા છે પરંતુ વધુ ઊંડા ઊતરીએ તો અહીંનું જીવન ખૂબ જ સંઘર્ષ ભર્યું છે. નોકરીઓ છે નહીં અને રહેવા- 5. જમવાના સામાન્ય ખર્ચ પણ વધારે મોંઘા છે. આવી સ્થિતિમાં અહીં રહેવું ખૂબ કપરું છે. એક નાનકડી નોકરી માટે પણ સવારથી યુવાનોની લાંબી લાઈનો લાગેલી હોય છે. એમાંય માંડ ચાર-પાંચ જણાને કામ મળે છે.' આમ પોતાની આપવીતી જણાવતા યુવાન આગળ વાત કરે છે કે તમે અહીંની જમીન પર ઉતરો પછી તમને ખબર પડે છે કે તમારે રહેવાનું ક્યાં છે ? ભણવાનું ક્યાં છે? કામચલાઉ રીતે કોઈ મોલના એક રુમમાં ચાલતી દુકાન જેવી કોલેજોમાં હાજરીનું કોઈ મહત્ત્વ નથી હોતું પરંતુ તેની સામે કામ મળવું અહીં ખૂબ મુશ્કેલ છે.
આ વસ્તુઓની કેનેડાની સરકાર પાસે પણ છે અછત : કેનેડાની સરકાર પાસે કામ અને મકાન એમ બંનેની અછત છે. કેનેડિયન સરકારી આંકડા પ્રમાણે અહીં રહેતા લોકોની જરૂરિયાત અનુસાર, ૩,૪૫,૦૦૦ ઘર ઓછા છે. આ અછત ભરપાઈ થતાં વાર લાગશે એવું જણવતા વિદ્યાર્થી જણાવે છે કે અમે અહીં જ્યારે આવ્યા ત્યારે એજન્ટ દ્વારા સેલરમાં રહેવા માટે કહેવામાં આવ્યું. એક સેલરમાં એક વિદ્યાર્થીને માંડ છ બાય છની જગ્યા મળે. મિત્રોની અંદર અંદરની કોમ્પિટિશનમાં હું કેનેડા જવાનો ભોગ બન્યો હોઉં એવું લાગે છે. પચ્ચીસ ત્રીસ લાખનું આંધણ કરીને આવ્યા પછી આ પૈસા વસૂલ ના કરીએ ત્યાં સુધી કેવી રીતે જઈ શકાય ?
ભારતમાંથી સૌથી વધુ માઈગ્રેશન પંજાબથી થાય છે : ભારતમાંથી સૌથી વધુ માઈગ્રેશન પંજાબમાંથી થાય છે અને એ પછી ગુજરાત, કેરળ જેવા રાજ્યોના વિદ્યાર્થીઓ કેનેડા જાય છે. ઘરેથી ફોન આવે ત્યારે મોટા ભાગના ઘરના ચિંતા ના કરે એ માટે બધુ ઠીક-ઠાક છે એવો જ જવાબ આપતા જોવા મળે છે. પરંતુ રોજબરોજની નોકરીની તલાશ અને સંઘર્ષ અહીં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સામાન્ય બાબત બની ગઈ છે. આ અંગે વાત કરતાં એક એજન્ટ જણાવે છે કે ઘણાં ઘણો પૂરતા પૈસા કમાઈને પણ ઘણાં પાછા આવી રહ્યા છે. ઘણીવાર તમે બહારના હોવ એવું તો ફીલ થાય જ અને એ વાતને કારણે પર્યાપ્ત ધનરાશી કમાઈને આ પણ ઘણાં પાછા આવી રહ્યા છે.
કેનેડા ગયેલાં ગુજરાતીઓના વળતા પાણી કેમ? : કેનેડામાં ગુજરાતીઓ ઉચ્ચ અભ્યાસનું બહાનું કાઢીને મેઈન તો રૂપિયા કમાવવા માટે જ જતા હોય છે. જોકે, એ વાત હવે ત્યાંની સરકાર પણ સમજી ગઈ છે. તેથી કેનેડામાં હવે ગુજરાતી વિદ્યાર્થીઓની સ્થિતિ વિકટ બની છે. આ વિદ્યાર્થીઓને રહેવા, ખાવા અને હરવા ફરવા અથવા ત્યાંના લોકલ લેવલ પર ક્યાંય જવા આવવાની પણ સમસ્યા સર્જાય છે. ખાસ કરીને મોંઘવારી, નોકરી અને રહેવાની અછતના કારણે ગુજરાતથી કેનેડા ગયેલાં વિદ્યાર્થીઓ પરત ફરી રહ્યાં છે.
કેનેડામાં ગુજરાતીઓને નડી રહી છે કઈ કઈ સમસ્યા? : નોકરીઓની વ્યાપક અછત, મોંઘવારી, ખાવાની સમસ્યા, રહેવાની સમસ્યા, ઉછીના પૈસા લઈને ત્યાં આવ્યાં હોય એમને ચુકવણાની સમસ્યા, આરોગ્યને લગતી સમસ્યાઓ પણ થાય છે ઉભી. એ જ કારણ છેકે, આ વર્ષે કેનેડા જવા કરતા કેનેડાથી ભારત પરત આવી રહેલાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. હાલ કેનેડાથી ભારત રિવર્સ માઈગ્રેશન શરૂ થઈ ગયું છે. ભારત પરત ફરવામાં મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે.
દર વર્ષે ગુજરાતમાંથી ઢગલો વિદ્યાર્થીઓ જતા હોય છે કેનેડા : દર વર્ષે આ ભારતમાંથી આશરે અઢી લાખ જેટલાં પાર યુવાનો કેનેડા જાય છે અને તેમાં દેશભરમાં ગુજરાતનો નંબર બીજો છે. પંજાબમાંથી રે આશરે એકાદ લાખ યુવાનો કેનેડાની વાટ પકડે છે જેની સામે ગુજરાતમાંથી દર વર્ષે પચાસ હજાર જેટલા યુવાનો કેનેડા જાય છે. હાલમાં કેનેડાની સરકારે જ ત્યાં ૧ ઓછા ઘર હોવાનું સ્વીકાર્યું હોવાથી રહેવાનું ઘણું મોંધુ થયું છે. સતત વિદ્યાર્થીઓ આવતા હોવાથી ત્યાં ૨ નોકરીઓની પણ અછત ઊભી થઈ છે. ૨૦૨૩માં કેનેડામાં ૧૦,૪૦,૯૮૫ વિદ્યાર્થીઓ ભણતા હતાં જેમાં સીધો ૩૦ સ ટકાનો વધારો થયો છે. જેમાંથી ૪,૮૭,૦૦૦ વિદ્યાર્થીઓ ભારતમાંથી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે