પ્રેમાનંદ મહારાજના ચરણોમાં બેસીને કીર્તિદાન ગઢવીએ લલકાર્યું ભજન, ગદગદ થઈ ગયા મહારાજ
Kirtidan Gadhvi With Pramanandji Maharaj : ગુજરાતના લોકસાહિત્યકાર અને ડાયરાના કલાકાર કીર્તિદાન ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ પ્રેમાનંદજી મહારાજને ભજન સંભળાવી રહ્યા છે
Trending Photos
Kirtidan Gadhvi In Vrindavan Dham : ડાયરાના કલાકાર કીર્તિદાન ગઢવી આજે વૃંદાવનના જાણીતા પ્રેમાનંદ મહારાજના દ્વારે પહોંચ્યા હતા. અહીં એક અદભૂત સંયોગ રચાયો હતો. ગુજરાતના આ સૂરીલા ગાયકે પ્રેમાનંદ મહારાજ સામે સૂર રેલાવ્યા હતા. જે જોઈને પ્રેમાનંદ મહારાજ અત્યંત ભાવવિભોર બની ગયા હતા.
ગુજરાતના લોકસાહિત્યકાર અને ડાયરાના કલાકાર કીર્તિદાન ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ પ્રેમાનંદજી મહારાજને ભજન સંભળાવી રહ્યા છે. પ્રેમાનંદ મહારાજના ચરણોમાં બેસીને તેઓ ભજન લલકારી રહ્યાં છે.
કીર્તિદાન ગઢવીએ મથુરાના વૃંદાવન ધામ ખાતે વરાહ ઘાટ પાસે આવેલ શ્રી હિત રાધા કેલી કુંજ ખાતે પ્રેમાનંદજી મહારાજના દર્શન કર્યા હતા. આ દરમિયાન તેઓએ પ્રેમાનંદજી મહારાજને ભજન પણ સંભળાવ્યું હતું.
જપ લે હરી કા નામ મનવા... નામ તેરો તન હૈ પ્યારે... આ ગીત તેમના સુમધુર કંઠે સાંભળીને પ્રેમાનંદ મહારાજ પણ ખુશ થઈ ગયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે