તને હિરોઈન બનાવી દઈશ... કહીને ગુજરાતી ડિરેક્ટરે સગીરાની આબરું લુંટવાનો પ્રયાસ કર્યો

Rape Case : 17 વર્ષની સગીરની REELS જોઈને કહ્યું-તને હિરોઈન બનાવીશ, મુંબઈની હોટલમાં કરી ગંદી હરકત: ગુજરાતી એક્ટર-ડિરેક્ટરની ધરપકડ
 

તને હિરોઈન બનાવી દઈશ... કહીને ગુજરાતી ડિરેક્ટરે સગીરાની આબરું લુંટવાનો પ્રયાસ કર્યો

Gujarati Movies : ગુજરાતની સગીર યુવતી સાથે મુંબઈની હોટલમાં એક શખ્સે ગંદુ કામ કર્યુ હતું. મુંબઈ પોલીસે સગીર પર બળાત્કારના કેસમાં આરોપી સાજીદ ખાનની ધરપકડ કરી છે. આ શખ્સ સાજીદ ખાન પોતાને ગુજરાતી ફિલ્મોનો દિગ્દર્શક ગણાવતો હતો. તેની વિરુદ્ધ પોક્સ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

પ્રાપ્ત માહિતી અુસાર, પીડિત સગીરા રીલ્સ બનાવવાની શોખીન છે. તે પોતાની રીલ્સ બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી હતી. તેને અભિનય કરવાનો રસ હોવાથી તેના કાકાએ 13 ડિસેમ્બરના રોજ તેની મુલાકાત સાજીદ ખાન નામના મુંબઈના શખ્સ સાથે કરાવી હતી. કાકા સાથેની વાતમાં સાજીદ ખાને પોતાની ઓળખ ગુજરાતી ફિલ્મોના ડાયરેક્ટર તરીકે આપી હતી. કાકાને એવું હતુ કે, સાજીદ ખાન તેમની ભત્રીજીને એક્ટિંગ શીખવાડશે અને તેને ફિલ્મોમાં કામ અપાવશે. 

કાકાએ વિશ્વાસ રાખીને સાજીદ ખાનને ભત્રીજી સોંપી હતી. જેનો ફાયદો ઉઠાવીને સાજીદ સગીરને 24 ડિસેમ્બરના રોજ મુંબઈ લઈ આવ્યો હતો. તે તેને અંધેરીની એક હોટલમાં લઈ ગયો હતો. જ્યાં તેણે 25 ડિસેમ્બરના રોજ સગીર સાથે બળજબરી કરી હતી. 

ગભરાી ગયેલી સગીરા રૂમમાંથી બહાર આવી ગઈ હતી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. જેના બાદ મુંબઈ પોલીસે હોટલના રૂમમાંથી સાજીદ ખાનની ધરપકડ કરી હતી. આજે પોલીસ સાજીદને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news