'ગુજરાતીઓ દાળ-ભાત ખાવામાં શૂરા, આર્મીમાં નહીં', આ મહેણું ભાગવા અગ્નિવીર બનો, આ રહી તારીખો

Agniveer Recruitment 2022: ગુજરાત રાજ્યના યુવાનો આર્મીમાં ભરતી થાય તે માટે આર્મી રીક્રુટીંગ ઓફીસ, જામનગર દ્વારા તા-20/10/2022 થી તા-12/11/2022 દરમિયાન સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ ખાતે અગ્નિપથ યોજના અન્વયે ઇન્ડિયન આર્મીમાં અગ્નિવીર તરીકે જોડાવ..

'ગુજરાતીઓ દાળ-ભાત ખાવામાં શૂરા, આર્મીમાં નહીં', આ મહેણું ભાગવા અગ્નિવીર બનો, આ રહી તારીખો

ઝી ન્યૂઝ/રાજકકોટ: એક પરફેક્ટ નોકરી શોધવી મુશ્કેલ કામ છે અને તેથી જ ઘણા લોકો બેરોજગાર છે. ત્યારે ઇન્ડિયન આર્મીમાં અગ્નિવીર તરીકે જોડાવવા ઈચ્છુક ઉમેદવારો અગ્નિપથ યોજના હેઠળ થનાર ભરતીમાં ગુજરાતના ઉમેદવારો જોડાઈ શકે છે. આ ભરતીમાં ભાગ લેવા ઈચ્છતા તમામ ઉમેદવારોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. કેન્દ્ર સરકારે 14 જૂને અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. જેમાં 17.5થી 21 વર્ષના યુવાનો ચાર વર્ષ માટે લશ્કરમાં સેવા આપી શકશે, તેમાંથી 25 ટકાને વધુ 15 વર્ષ માટે નોકરી કરવાનો ઓપ્શન મળશે. 2022માં થનારી ભરતી માટે સરકારે ઉપલી વયમર્યાદામાં બે વર્ષની છૂટ જાહેર કરી છે. સર્વિસ દરમિયાન અગ્નિવીરને અલગ રેન્ક તેમજ ચિન્હ આપવામાં આવશે.

ગુજરાત રાજ્યના યુવાનો આર્મીમાં ભરતી થાય તે માટે આર્મી રીક્રુટીંગ ઓફીસ, જામનગર દ્વારા તા-20/10/2022 થી તા-12/11/2022 દરમિયાન સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ ખાતે અગ્નિપથ યોજના અન્વયે ઇન્ડિયન આર્મીમાં અગ્નિવીર તરીકે જોડાવવા માટે તા 05/08/2022 થી તા/03/09/2022 સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન joinindianarmy.nic.in પર કરવાનુ રહેશે. 

In the recruitment of 3 thousand Agniveers 20 percent reserved for women  announced by the co-chief of the Navy

ઉપરોક્ત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ ઉમેદવારો માટે જિલ્લા રોજગાર કચેરી, ભુજ કચ્છ દ્વારા કચ્છ જિલ્લાના ઉમેદવારો માટે 30 દિવસના નિવાસી તાલીમ વર્ગમાં જોડવા ઈચ્છુક ઉમેદવારોને તાલીમ વર્ગમાં રહેવા – જમવાનું તથા શારીરિક કસોટી અને લેખિત કસોટીની તાલીમ નિઃશુલ્ક આપવામાં આવશે. નિવાસી તાલીમ જિલ્લાના બી.એસ.એફ કેમ્પ અથવા નિયત સંસ્થા ખાતે આપવામાં આવશે. આ તાલીમ વર્ગમાં ધોરણ-10 પાસ કે તેથી વધુ (ધોરણ-10 માં ઓછામાં ઓછા 50% ફરજીયાત અને દરેક વિષય માં ઓછામાં ઓછા 33% માર્ક્સ હોવા ફરજીયાત) હોય તેવા જ ઉમેદવારો નિવાસી તાલીમ માટે અરજી કરી શકશે. 

તેમજ તાલીમાર્થી તરીકે જોડાનાર ઉમેદવારોની ઉંમર :17.5 વર્ષથી 23 વર્ષ સુધી, લંબાઈ :168 સે.મી, છાતી 77-82 સે.મી હોય તેવા શારીરિક તેમજ માનસિક રીતે સક્ષમ ઉમેદવારો એ આ તાલીમ વર્ગ માટે અરજી કરવાની રહેશે. 

Agniveer Recruitment: અગ્નિવીરોની ભરતી માટે આર્મીએ બહાર પાડ્યું નોટિફિકેશન,  જાણો ક્યારથી શરૂ થશે રજિસ્ટ્રેશન

આ તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ ફરજીયાત ઓનલાઈન ગુગલ ફોર્મમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેની લીંક :- https://forms.gle/yAHwirZxp2uhkwpP9 તથા ફરજીયાત અરજી ફોર્મ ડાઉનલોડ કરી પોતાની અરજી દિન-10માં જિલ્લા રોજગાર કચેરી, ભુજ-કચ્છ ,બહુમાળી ભવન રૂમ નં-102/103, ભુજ કચ્છ ખાતે ભરેલ અરજી પત્રક તથા ધોરણ-10/12 ની માર્કશીટની નકલ, શાળા છોડ્યાનું પ્રમાણપત્રની નકલ, આધાર કાર્ડની નકલ ,બેંક ખાતાની પાસબૂકની નકલ,પાન કાર્ડની નકલ અગ્નિવીર એપ્લીકેશન ફોર્મની નકલ અરજી સાથે જોડવાની રહેશે. 

Agniveer | Zee News

આ અરજી ફોર્મ જિલ્લા રોજગાર કચેરી, ભુજ-કચ્છ માંથી વિનામૂલ્યે આપવામાં આવશે. તથા ફેસબુક પેજ MCC-KACHCHH પર થી ફોર્મ ડાઉનલોડ કરી શકાશે અને નીચે દર્શાવેલ લીંક પરથી પણ આ ફોર્મ ડાઉનલોડ કરી શકાશે. અરજી ફોર્મ માટે લીંક :- https://rb.gy/95tyf2 વધુ વિગત માટે રોજગાર સેતુ હેલ્પલાઇન નં ૬૩૫૭ ૩૯૦ ૩૯૦ પર સંપર્ક કરવા જિલ્લારોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news