આગામી 3 કલાકમાં ગુજરાતના આ વિસ્તારોમાં 'ફાટી' પડશે કમોસમી વરસાદ, આજથી 4 દિવસ પણ ખુબ ભારે!
હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે કરેલી આગાહી મુજબ, કેટલાંક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે છુટા છવાયા વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 3 થી 6 મે સુધી સામાન્ય વરસાદ રહેશે, 7 મે થી વરસાદની અસર બંધ થશે.
Trending Photos
Gujarat Weather Update: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે ફરી મહત્વની આગાહી કરી છે. આગામી ત્રણ કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
આગામી ત્રણ કલાકમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ભાવનગર, બોટાદ , સુરેન્દ્રનગર , અમદાવાદ , ભરૂચ , વડોદરા , નર્મદા , ડાંગ અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ પવનની ગતી 40 કિ.મી પ્રતિ કલાક રહેવાની પણ આગાહી કરવામાં આવી છે.
બીજી બાજુ, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગની આગાહી કરી છે. કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ભરૂચ, વડોદરા, નર્મદા, ડાંગ, છોટા ઉદેપુરમાં વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે કરેલી આગાહી મુજબ, કેટલાંક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે છુટા છવાયા વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 3 થી 6 મે સુધી સામાન્ય વરસાદ રહેશે, 7 મે થી વરસાદની અસર બંધ થશે. જેમાં કચ્છ, દ્વારકા , પોરબંદર , જૂનાગઢ , ગીરસોમનાથ , રાજકોટ અને અમરેલીમાં વરસાદની આગાહી છે.
આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત , વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા અને તાપીમાં પણ વરસાદ આવી શકે છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહીં, 3 દિવસ બાદ તાપમાનમાં ક્રમશઃ વધારો થશે. ત્રણ દિવસ બાદ તાપમાન 2 થી 4 ડિગ્રી સુધી વધી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે