રાજ્યના લોકોને ગરમીથી રાહત મળશે નહીં, અમદાવાદમાં બે દિવસ યલો એલર્ટ, હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં લોકોએ હજુ ગરમી સહન કરવી પડશે. રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે હજુ ત્રણ દિવસ ભારે ગરમી પડવાની છે. ત્રણ દિવસ બાદ ગરમીથી લોકોને થોડી રાહત મળી શકે છે.
Trending Photos
અમદાવાદઃ રાજ્યભરના લોકો ભારે ગરમીને કારણે ત્રસ્ત છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત ભારે ગરમી પડી રહી છે. આ વચ્ચે હવામાન વિભાગે મહત્વની માહિતી આપી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં હાલ ગરમીથી રાહત મળશે નહીં. તેમણે કહ્યું કે, આગામી ત્રણ દિવસ સુધી ગરમીનો પારો યથાવત રહેશે. આજે રાજ્યભરમાં અમદાવાદમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ પ્રમાણે ત્રણ દિવસ બાદ તાપમાનમાં ફેરફાર થઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી
રાજ્યના હવામાન વિભાગ પ્રમાણે હજુ ત્રણ દિવસ રાજ્યમાં ભારે રહમી રહી શકે છે. ત્યારબાદ થોડી રાહત મળવાની સંભાવના છે. આજે અમદાવાદનું તાપમાન 42.8 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યા અનુસાર પવનોની દિશા બદલાતા રાજ્યમાં ગરમીનું જોર વધી રહ્યું છે. તો અમદાવાદમાં સૌથી વધુ ગરમી પડી રહી છે.
હવામાન વિભાગે કહ્યું કે પાંચ દિવસ સૂકુ વાતાવરણ રહેશે. આ દરમિયાન વરસાદની કોઈ સંભાવના નથી. તેમણે કહ્યું કે, ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. તેમણે કહ્યું કે, અમદાવાદમાં 43 ડિગ્રી જેટલું તાપમાન રહી શકે છે. આ સાથે અમદાવાદમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે કહ્યું કે, આગામી ત્રણ દિવસ અમદાવાદમાં ભારે ગરમી પડી શકે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે, ત્રણ દિવસ બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો થઈ શકે છો. જો તાપમાનમાં ઘટાડો થશે તો રાજ્યના લોકોને ગરમીથી રાહત મળી શકે છે. બીજીતરફ કેરલમાં આ વર્ષે ચોમાસું મોડું પહોંચવાની આગાહી કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. એટલે જો કેરલમાં વરસાદ મોડો પહોંચે તો ગુજરાતમાં પણ ચોમાસાની શરૂઆતમાં વિલંબ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે