હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના આ શહેરો આજે હાઈએલર્ટ પર, ભયંકર વરસાદની છે આગાહી

Gujarat Weather Forecast :  આજે વલસાડ અને નવસારીમાં પડી શકે છે ભારે વરસાદ,,, હવામાન વિભાગે કરેલી આગાહીના કારણે NDRFની ટીમ પણ ડીપ્લોય કરાઈ,,, 
 

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના આ શહેરો આજે હાઈએલર્ટ પર, ભયંકર વરસાદની છે આગાહી

Ambalal Patel Monsoon Prediction : ચોમાસાના આરંભે જ સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાજકોટ, ભાવનગર, બોટાદ અને અમરેલીમાં મેઘમહેરથી લોકો ઝૂમી ઉઠ્યા છે. આટલું જ નહીં હજુ 4 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતમાં એનડીઆરએફની ટીમ પણ ડીપ્લોયમેન્ટ માટે તૈયાર કરી દેવામાં આવી છે. હવામાન વિભાગે નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે મંગળવારે ગુજરાતના અનેક તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે તાપીના વાલોડમાં સૌથી વધુ સાડા 4 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતાં લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.... 

આજે દક્ષિણ ગુજરાત હાઈએલર્ટ પર 
આજથી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદ પડશે. હવામાન વિભાગના અપડેટ અનુસાર, આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને, સુરત, વલસાડ, નવસારી, તાપીમાં ધોધમાર વરસાદ તૂટી પડશે. આ ઉપરાંત દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની હવામાનની આગાહી છે. તેમજ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે. રાજકોટમાં પણ ભારે વરસાદની હવામાનની આગાહી છે. તો અમદાવાદમાં પણ મધ્યમ વરસાદની હવામાનની આગાહી છે. 

24 કલાકમાં 126 તાલુકામાં વરસાદ નોંધાયો 
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 126 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના બારડોલીમાં 6 ઇંચ વરસ્યો છે. તો સુરતના મહુવામાં 5.5 ઇંચ જેટલો વરસાદ નોધાયો છે. આ ઉપરાંત તાપીના વલોદમાં પણ 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીના નવસારી શહેરમાં મંગળવારે 5 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો હતો. સુરતના પલસાણા નવસારીના ગણદેવી અને વલસાડના વલસાડ સિટીમાં 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. નવસારીના જલાલપુર તાપીના વ્યારા અને વલસાડના પારડીમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

આમ, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 10 તાલુકામાં ચાર ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. જેમાં 14 તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ રેકોર્ડ થયો છે. તો રાજ્યના 26 તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. આ ઉપરાંત ગુજરાતના 46 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયો છે. 

સૌથી વઘુ વરસાદ નવસારી જિલ્લામાં 
મંગળવારના રોજ નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ રહ્યો. 4 તાલુકાઓમાં 4 ઇંચ જેટલો અને નવસારીમાં પોણા 6 ઇંચ વરસાદ ઝીંકાયો છે. નવસારીમાં સવારે 2 થી 6 વાગ્યા સુધીના 4 કલાકમાં 38 મિમી વરસાદ પડ્યો હતો. નવસારીમાં સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં નોંધાયેલ વરસાદના આંકડા આ મુજબ છે. 

  • નવસારી : 130 મિમી (5.41ઇંચ) 
  • જલાલપોર : 102 મિમી (4.25 ઇંચ)
  • ગણદેવી : 111 મિમી (4.62 ઇંચ)
  • ચીખલી : 96 મિમી (3.79 ઇંચ)
  • ખેરગામ : 93 મિમી (3.87 ઇંચ)
  • વાંસદા : 33 મિમી (1.33 ઇંચ)

જ્યા દર 5 મિનિટે ટ્રેન પસાર થાય છે, તેવા ડેન્જરસ રેલવે ટ્રેક પર 2 યુવકોએ Reels બનાવી

15 દિવસનું કામ ચોમાસાએ 3 દિવસમાં કરી નાખ્યું
ગુજરાતમાં તમામ જિલ્લામાં ચોમાસુ બેસી ગયું છે. 3 દિવસમાં આખા ગુજરાતમાં ચોમાસુ ફરી વળ્યું છે. સામાન્ય ધારણા મુજબ 15 દિવસના બદલે 3 દિવસમાં ચોમાસુ ફરી વળ્યું. માનવામાં આવી રહ્યું છે કે ચોમાસુ ખૂબ જ ઝડપથી આગળ વધી ગયું છે. આ સાથે દેશના તમામ રાજ્યમાં ચોમાસુ બેસી ગયું છે. આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા પણ સેવાઈ રહી છે.

હાલનું ચોમાસુ 500 ટકા ગતિએ આગળ વધી રહ્યું છે
ભારતમાં ચોમાસાની સ્થિતિ એવી છે કે, આખા ગુજરાતમાં ચોમાસું આવી ગયુ છે. ગઈકાલ સુધી જે થોડો ઘણો ભાગ બાકી હતો ત્યા પણ ચોમાસું પહોંચી ગયું છે. 1 જુનની આસપાસ ભારતમાં ચોમાસું આગળ વધી રહ્યું હતું. ભારતમાં 8 જુને ચોમાસું પહોંચી ગયુ હતું. ચોમાસુ આગળ વધે ત્યારે સૌથી છેલ્લી તારીખ 8 જુલાઈ હોય છે. 1 જુનથી 8 જુલાઈ 38 દિવસનો સમય ગણાય. 30 દિવસમાં સમગ્ર ભારતમાં ચોમાસું બેસી જાય છે. જે ચોમાસું દક્ષિણ ભારતથી આવે છે, તે મહારાષ્ટ્ર બાદ ગુજરાત આવે છે. આખા ગુજરાતને કવર કરતા 30 જુનનો સમય લાગી જાય છે. અંદાજે બધાને પાર કરતા 15 દિવસનો સમય લાગે છે. સૌથી પહેલા 25 જુને આવ્યું. ત્રણ દિવસમાં આખુ ચોમાસું ગુજરાતને પાર કરીને રાજસ્થાનમાં બેસી ગયું. જ્યા 15 દિવસનો સમય લાગે છે, તે માત્ર 3 દિવસમાં આવી ગયુ, ને રાજસ્થાન સુધી પહોચંી ગુય. જે બતેવા છે ચોમાસાની ઝડપ 500 ટકા રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news